મેગીના લવર ઉપર થતો આ અત્યાચાર ક્યારેય સહન નહિ કરી શકે, જુઓ કોકાકોલાથી બનાવી મેગી અને લોકોનો પિત્તો ગયો

સોશિયલ મીડિયામાં ફૂડ બ્લોગરનો રાફડો ફાટ્યો છે, તમારું આજુબાજુમાં પણ તમને કોઈ ફૂડ મળતું હશે તેની તમને જાણ નહિ હોય પરંતુ જયારે તમે સોશિયલ મીડિયા ખોલશો ત્યારે એ ફૂડ વાળાનો વીડિયો તમને જોવા મળી જશે. આ ઉરપટ આ ફૂડ બોલ્ગર દ્વારા ઘણીવાર એવી એવી રેસિપી બતાવવામાં આવે છે કે તેને જોઈને લોકોના દિમાગ પણ ચકરાવે ચઢી જાય.

તાજેતરમાં સાદી રીતે બનેલી મેગીને ‘મેન્ગો મેગી’ તરીકે બનાવવામાં આવી હતી. જેના માટે સોશિયલ મીડિયા યુઝર્સનો ગુસ્સો હજુ શમ્યો ન હતો કે મેગીને લઈને વધુ એક પ્રયોગનો વીડિયો સામે આવ્યો. મેંગો મેગી પછી હવે કોકા કોલા મેગી બનાવવામાં આવી છે, જેને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ નારાજ છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલા એક તપેલીમાં તેલ રેડવામાં આવ્યું હતું. પછી તેમાં ડુંગળી નાખીને શેકવામાં આવી. આ પછી તેમાં લીલા મરચા અને લાલ ટામેટાં પણ નાખવામાં આવ્યા. આ બધી વસ્તુઓ પછી હવે વારો છે મસાલાનો.વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ બધી વસ્તુઓ પછી મસાલા પણ પેનમાં નાખવામાં આવ્યા હતા. હવે સામાન્ય રીતે લોકો પાણી ઉમેરીને મેગી બનાવે છે પરંતુ વીડિયોમાં પાણીને બદલે કોકા કોલાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મેગીને કોકા-કોલામાં એક તપેલીમાં નાખીને મૂકવામાં આવી. વળી, હવે થોડો સમય પકાવવાનું બાકી હતું. શરૂઆતમાં, મેગી સામાન્ય રીતે બનાવવામાં આવી હતી, પ્રયોગ માટે પાણીને બદલે કોકા-કોલા ઉમેરવામાં આવ્યું હતું. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા આ પ્રયોગની દરેક વાત લોકોને કહી રહી છે. આ વીડિયોને દેશી ફૂડ ક્રાફ્ટ્સ નામની યુટ્યુબ ચેનલે શેર કર્યો છે. મેગી સાથેના આ અનોખા પ્રયોગો જોઈને યુઝર્સ ખૂબ જ ગુસ્સે છે અને ઉગ્ર ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે.

Niraj Patel