...
   

ફ્રેશ થવા માટે ગયેલ વ્યક્તિને ટોયલેટ સીટ પર ફેણ ફુલાવીને બેઠેલ મળ્યો કાળો કોબરા, મચી ગયો હડકંપ

ઘણીવાર આપણે લોકો ઝેરીલા સાપને જંગલો, નદી-નાળા કે કિનારાથી નીકળતા જોયો હશે, પરંતુ વિચારો કે જો તમે સવારે ટોયલેટમાં જાઓ અને ત્યાં ટોયલેટની સીટ પર કોબરા જોવા મળે તો ? તમારી હાલત કેવી થાય. આવો જ એક કિસ્સો રાજસ્થાનમાંથી આવ્યો છે. પુષ્કર જિલ્લાના સમીપવર્તી ગામ બાસેલીમાં એક વ્યક્તિના ઘરના ટોયલેટમાં કોબરા બેસેલો જોવા મળ્યો.

ટોયલેટ સીટમાં કોબરાને બેસેલ જોઇ ઘરના લોકો તો ડરી ગયા. આ મામલાની સૂચના સ્થાનીય પોલિસની ટીમને આપવામાં આવી અને ટીમે એક સ્પેક્ટિકલ કોબરાને કિચનથી રેસ્કયુ કર્યુ. સ્નેક રેસ્કયૂ કરનારે જણાવ્યુ કે, જેવી જ તેમને સૂચના મળી કે બાથરૂમ અને કિચનમાં કોબરા અને સ્પેક્ટિકલ સાપ ઘૂસી ગયો છે તેઓ તરત જ આવી ગયા અને ટીમે બંને સાપોને પકડ્યા અને દૂરના જંગલમાં છોડી દીધા.

પોલિસ મિત્ર અને રેસ્કયૂ ટીમના પ્રભારી અમિત ભટ્ટે જણાવ્યુ કે, ટીમને જાણકારી મળી કે ગ્રામ બાંસેલીમાં સ્થિત મકાનના ટોયલેટ સીટમાં એક કોબરા છે અને તે બાદ તેઓએ સ્થળ પર પહોંચી સાપનું રેસ્કયૂ કર્યુ હતુ. આ કોબરાની લંબાઇ લગભગ 7-8 ફૂટ હતી.

તમને જણાવી દઇએ કે, આ ઉપરાંત સર્વેશ્વર કોલોનીમાં કિચનમાંથી સાપ મળ્યો, તેને પણ પકડીને જંગલમાં છોડી દીધો. વિસ્તારમાં સાપના પકડાવાથી લોકોમાં ડરનો માહોલ છે. તેવામાં કોઇ અનહોનીની આશંકા સેવાય રહી છે.

Shah Jina