કોબરા સાપને પકડવું કોઈ નાના બાળકોનું કામ નથી, ના જાણતા હોય તો જોઈ લો આ વીડિયોની અંદર, તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે

ગામડાની અંદર ઘણીવાર આપણે કોઈ કામે ખેતરમાં જતા હોય કે પછી ઘરની આજુબાજુમાં સાપ દેખાવવાની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ ગામડાના લોકો માટે આ કોઈ નવી બાબત નથી હોતી, પરંતુ શહેરમાં જો કોઈ જગ્યાએ સાપ નીકળે તો ઉહાપોહ મચી જતો હોય છે. જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવતા રહે છે.

સાપની બીક દરેક વ્યક્તિને લાગે અને એમાં પણ જો કોબરા સાપ હોય તો કડકડતી ઠંડીમાં પણ પરસેવો છૂટી જાય. ત્યારે કોબરા સાપને પકડવું પણ એટલું સહેલું નથી હોતું. ઘણા લોકોને આપણે આવા સાપને પકડતા જોયા હશે, હાલ સોશિયલ મીડિયામાં એક એવા જ કોબરાને પકડવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કોબરા રોડ ઉપર પોતાની ફેણ ઉઠાવીને બેઠો છે. તેની સામે રેસ્ક્યુ કરવા વાળો ઉભો છે. તે પહેલા ખુબ જ પ્રેમથી તેની સામે આમ તેમ ફરે છે જેના કારણે સાપનો મૂડ જાણી શકાય, પરંતુ સાપ ખુબ જ શાંત દેખાઈ રહ્યો છે. તેના બાદ તે સાપની પૂંછડી પકડે છે અને તેને થેલીમાં નાખવાનો પ્રયત્ન કરે છે. પરંતુ સાપ તેમાં નથી આવતો.

આ સાપ પકડનારા વ્યક્તિથી સાપ થેલીમાં નથી આવતો. તેના  બધા જ પ્રયત્નો નિષ્ફળ જાય છે. જો કે વીડિયોમાં પાછળથી એક વ્યક્તિ બોલતો પણ સંભળાઈ રહ્યો છે કે તે તેની મદદ કરી શકે છે. પરંતુ વીડિયો વચ્ચે જ પૂરો થઇ જાય છે. પરંતુ ટ્વીટર ઉપર કેટલીક અન્ય તસવીરો પણ શેર કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે સાપને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.

કોબરા સાપે થોડા સમય પહેલા કેરળના એક પ્રખ્યાત સાપ પકડવા વાળા સુરેશને ડંખી લીધો હતો. તેની હાલત ખુબ જ ખરાબ હતી. પહેલા તે વેન્ટિલેટર ઉપર હતો. તે કોબરાને પકડી રહ્યો હતો. અચાનક જ કોબરાએ તેને ડંખ માર્યો હતો. ત્યાં ઘણા લોકો ઉભા હતા. તેમાંથી જ કોઈએ વીડિયો રેકોર્ડ કરી લીધો હતો.

Niraj Patel