પેટ્રોલ-ડીઝલ બાદ CNG-PNGમાં થયો તોતિંગ ભાવ વધારો

ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડએ ફરી એક વખત CNG-PNGના ભાવમાં વધારો કર્યો છે. 10 દિવસમાં બીજી વખત ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો 13 ઓક્ટોબર એટલે કે આજથી જ અમલમાં આવશે. અગાઉ 2 ઓક્ટોબરે ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. તે જ સમયે, આ વર્ષે આ 5 મી વખત છે જ્યારે CNG અને PNG ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડના જણાવ્યા મુજબ, સીએનજી અને પીએનજી રૂ. 2 વધુ મોંઘા થયા છે. રાજધાની દિલ્હીમાં આજથી સીએનજી 49.76 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને પીએનજી 35.11 રૂપિયા પ્રતિ એસસીએમ પર ઉપલબ્ધ થશે.

તો બીજી તરફ, નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં સીએનજી 56.02 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને ગુરુગ્રામમાં 58.20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ થશે. જ્યારે, PNG ના સંદર્ભમાં, નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં SCM દીઠ ભાવ 34.86 રૂપિયા અને ગુરુગ્રામમાં તે 33.31 રૂપિયા હશે.

આ વર્ષે 5 વખત થયો ભાવ વધારો

  • તારીખ       CNG (રૂપિયા/પ્રતિ કિલો)     PNG (રૂપિયા/પ્રતિ SCM)
  • 13 ઓક્ટોબર   49.76         35.11
  • 2 ઓક્ટોબર  47.48           33.01
  • 29 ઓગસ્ટ  45.20            30.91
  • 8 જુલાઈ    44.30              29.66
  • 2 માર્ચ      43.40                28.41

ગયા વર્ષે 4 ઓક્ટોબરે સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે, રાજધાની દિલ્હીમાં સીએનજીની કિંમત વધીને 42.70 રૂપિયા પ્રતિ કિલો અને પીએનજીની કિંમત 27.50 રૂપિયા પ્રતિ એસસીએમ થઈ હતી. દિલ્હી-એનસીઆરમાં મોટાભાગના વાહનો, બસ, ટેક્સીઓ અને ઓટો સીએનજી પર ચાલે છે. IGL અનુસાર, CNG પેટ્રોલ અને ડીઝલ કરતા ઘણું સસ્તું છે. CNG પર ચાલતા વાહનોનો ઓપરેટિંગ ખર્ચ પેટ્રોલ કરતા 66% ઓછો અને ડીઝલ કરતા 28% ઓછો છે.

ગુજરાતમાં PNG માં 70 રૂપિયાનો વધારો થયો : ગુજરાતમાં અદાણીના ગેસના ભાવ પણ સતત વધી રહ્યા છે. 2 ઓક્ટોબરે અદાણી CNG ની કિંમતમાં 2.56 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. તે પછી 6 ઠ્ઠી ઓક્ટોબરે ફરી તેમાં રૂ. 1 રૂપિયાનો વધારો કરાયો. 11 ઓક્ટોબરે CNG ની કિંમતમાં 1.68 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે PNG ની કિંમતમાં 70 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે, છેલ્લા 10 દિવસમાં, CNG ની કિંમતમાં 5.24 રૂપિયા અને PNG માં 70 રૂપિયાનો વધારો થયો છે.

YC