ફક્ત 15,000 રૂપિયાથી શરૂ કરો આ બિઝનેસ, દરેક મહિને થશે બંપર કમાણી, સરકાર કરશે મદદ

આજના સમયમાં મોટાભાગે લોકો નોકરી કરવાને બદલે બિઝનેસ કરવામાં વધુ દિલચસ્પી રાખે છે.જો તમે પણ આવો કોઈ યુનિક બિઝનેસ કરવાના પ્લાનિંગમાં છો તો આ આઈડિયા તમારા માટે એકદમ બેસ્ટ છે.મોટાભાગે લોકોનું માનવું છે કે બિઝનેસ કરવામાં વધારે પૈસાનું રોકાણ કરવું પડે છે, પણ આજે તમને એવા બિઝનેસ આઈડિયા વિશે જણાવીશું જે તમે ખુબ ઓછા પૈસામાં શરૂ કરી શકશો અને દરેક મહિને સારી એવી કમાણી પણ થશે અને સૌથી સારી બાબત એ પણ છે કે આ બિઝનેસમાં સરકાર પણ તમારી મદદ કરશે.


જણાવી દઈએ કે સરકારે પ્લાસ્ટિક બેન કરી નાખ્યું છે એવામાં માટીની કુલડી બનાવવાનો કારોબાર સફળ સાબિત થઇ શેક છે.ભારતમાં મોટાભાગના લોકો ચા-કોફી પીવાના શોખીન છે, એવામાં આ બિઝનેસમાં તમને સફળતા ચોક્કસ મળશે.આ બિઝનેસમાં ખર્ચ ઓછો અને નફો ખુબ વધારે છે. કુલડીમાં ચા-કોફી પીવી સ્વાસ્થ્ય માટે પણ ફાયદેમંદ માનવામાં આવે છે.ગરમી  હોય કે ઠંડી દરેક સીઝનમાં તેની ડિમાન્ડ ખુબ રહે છે.

બજારમાં કુલડીનો ઉપીયોગ ચા-કોફીથી લઈને લસ્સી જેવા પીણાઓને સર્વ કરવા માટે થાય છે.આજે તો પારિવારિક સમારોહ કે લગ્ન જેવા કાર્યક્રમોમાં પણ કુલડીનો વપરાશ વધી ગયો છે. આ બિઝનેસ દ્વારા તમે રોજના 700થી લઈને 1000 રૂપિયા જેટલા પૈસા કમાઈ શકશો.બજારમાં અલગ અલગ સાઈઝની કુલડીની કિંમત અલગ અલગ હોય છે.

આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે 15 હજારથી લઈને 20,000 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે અને આ રોકાણ માત્ર એક જ વાર કરવાનું રહેશે, મશીનરીના સિવાય તમારે અમુક મટીરીયલ્સ માલ ખરીદવાનો રહેશે, જે બજારમાં પણ સહેલાઈથી મળી જાય છે.બસ માત્ર કુલડીની સુકવણી માટે મોટી જગ્યાની આવશ્યકતા રહેશે.તમે તમારા ઘરની છત પણ તેની સુકવણી કરી શકો છો.

કેન્દ્ર સરકાર બિઝનેસ માટે મદદ પણ કરી રહી છે, જેના માટે સરકારે કુંભાર સશક્તિકરણ યોજના લાગુ કરી છે. યોજનાના આધારે સરકાર દેશભરના કુંભારોને વીજળીથી ચાલતી ચાક આપે છે જેમાં તેઓ કુલડી અને અન્ય માટીના વાસણો બનાવી શકે છે.સરકાર આ કુલડીઓને મોટી કિંમતે ખરીદી પણ લે છે.દરેક મેન્યુફેક્ચરિંગ કારોબાર માટે ભારત સરકાર પાસેથી  ઓથોરાઈઝ્ડ લાઇસેંસ લેવાની જરૂર પડે છે. આ કારોબાર માટે તમે MSMEના આધારે તમારો કારોબાર રજીસ્ટર્ડ પણ કરાવી શકો છો જેથી સરકાર દ્વારા લાભ પણ મળી શકે.

Krishna Patel