સબ ઇંસ્પેક્ટર શિવાનીએ પિયરમાં આપ્યો જીવ, માતા પિતાની હાલત કફોડી, ચિઠ્ઠીમાં એવું લખતી ગઈ કે બધા થર થર ધ્રુજી ઉઠ્યા

Shivani gave CISF sub-inspector Suicide : ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે. ઘણીવાર પ્રેમ સંબંધ તો ઘણીવાર આર્થિક તંગી તો ઘણીવાર શારીરિક પરેશાની કે માનસિક હેરાનગતિને કારણે પણ કેટલાક લોકો આપઘાત જેવું પગલુ ભરતા હોય છે.

કેટલીકવાર પરણિતાઓ સાસરિયાના ત્રાસને કારણે તો દહેજની માગણીઓને કારણે પણ આપઘાત કરે છે. ત્યારે એક આપઘાતનો મામલો રાજસ્થાનની રાજધાની જયપુરનો છે. જ્યાં સીઆઈએસએફ સબ ઈન્સ્પેક્ટરની 25 વર્ષીય પત્ની શિવાની બઢાણાએ આત્મહત્યા કરી લીધી. તેની લાશ પિયરના ઘરે ફાંસી પર લટકતી મળી આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં આત્મહત્યા સામે આવી છે. જો કે, સ્થળ પરથી એક સુસાઈડ નોટ મળી આવ્યા બાદ ચકચારી મચી ગઇ હતી. આ નોટમાં શિવાનીએ ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. મામલો જયપુરના માનસરોવર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કિરણ પથ સાથે સંબંધિત છે.

શિવાની હોળી પર તેના પિયર આવી હતી. મોડી સાંજ સુધી તે રૂમમાંથી બહાર ન આવતાં પરિજનો તેને બોલાવા ગયા પણ લાંબા સમય સુધી કોઈ જવાબ ન મળતાં દરવાજો તોડીને તેઓએ જોયું તો શિવાનીની લાશ ફાંસી પર લટકતી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિવાનીના લગ્ન જયપુરના શાહપુરાના પ્રસનજીત સાથે ડિસેમ્બર 2021માં થયા હતા. પ્રસનજીત સીઆઈએસએફમાં સબ ઈન્સ્પેક્ટર છે.

ઘટના સમયે તે ભુવનેશ્વરમાં પોસ્ટેડ હતો. આરોપ છે કે લગ્ન પછી તરત જ બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ આવી ગઈ હતી. શિવાનીને તેના સાસરિયાઓ દ્વારા દહેજ માટે ત્રાસ આપવામાં આવતો હતો. સસરા અને જેઠ તેને પિયર છોડી ગયા હતા. શિવાનીના રૂમમાંથી જે સુસાઈડ નોટ મળી આવી તેમાં તેણે લખ્યું હતું કે ‘તેને આટલી પરેશાન કર્યા પછી પણ તેઓને શાંતિ મળી ન હતી, તેથી તેમણે દહેજ માટે તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું. હું આત્મહત્યા કરી રહી છું, ભગવાને તેમને સજા કરવી જોઈએ.

મૃતકના પિતા અનુસાર, ડિસેમ્બર 2021માં શિવાનીના લગ્ન થયા હતા. તેમણે લગ્નમાં કોઈ કસર છોડી ન હતી અને પોતાના સ્ટેટસ પ્રમાણે કાર, રોકડથી લઈને ઘણું દહેજ આપ્યું હતું, પણ લગ્નના થોડા દિવસો બાદ જ સાસરિયાઓએ દહેજ માટે તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું. હોળીના બે દિવસ પહેલા શિવાનીને તેના સસરા અને જેઠે પિયર છોડી દીધી.

Shah Jina