એરપોર્ટ પર CISF જવાને કરીના કપૂર અને તેના પરિવાર સહિત નૈનીને રોક્યા, ID માંગ્યું તો…

VIDEO : ભાઈજાન સલમાન ખાન પછી હવે એરપોર્ટ પર CISFના જવાને કરીના-સૈફને રોક્યા, જુઓ પછી શું થયું

બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી કરીના કપૂર ખાનને હાલમાં જ તેમના બંને બાળકો તૈમુર અને જહાંગીર સાથે મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા, આ દરમિયાન તેમની ઘણી તસવીરો કેમેરામાં કેદ થઇ ગઇ હતી તેમજ વીડિયો  પણ સામે આવ્યા હતા. 15 સપ્ટેમ્બર બુધવારના રોજ સવારે સવારે તે પરિવાર સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. તે કામ ખત્મ કરી રિલેક્સ થવા ફરી એકવાર વેકેશન પર જઇ રહી છે. જો કે, તે કયાં જઇ રહી છે તેની જાણકારી સામે આવી નથી.

ત્યારે આ બધા વચ્ચે હવે કરીના તેના પરિવાર અને નૈની સાથે મુંબઇ એરપોર્ટના ગેટ આગળથી જઇ રહી હતી ત્યારે CISF જવાને તેમને રોક્યા હતા અને બધાના ID ચેક કર્યા હતા તે બાદ જ તેમને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને યુઝર્સ પણ જવાનની પ્રશંસા કરી રહ્યા છે.

જણાવી દઇએ કે, ગયા મહિને જ કરીના પરિવાર સાથે માલદીવમાં વેકેશન મનાવવા ગઇ હતી, ત્યારે હવે ફરી એકવાર તે તેના કામ પરથી બ્રેક લઇ પરિવાર સાથે ફરવા નીકળી છે. આ દરમિયાન તેનો નાનો દીકરો જેહ નૈનીના ખોળામાંથી માતાના ખોળામાં જવા માટે મચલતો જોવા મળ્યો હતો. કરીનાના લુકની વાત કરીએ તો, તે જીન્સના શર્ટ અને લાઇટ પેન્ટમાં જોવા મળી રહી છે. તેણે વાળને પોની ટેલમાં બાંધી રાખ્યા છે અને ચહેરા પર માસ્ક પહેર્યુ છે, આ દરમિયાન તેનો ચહેરો મેકઅપ ફ્રી જોવા મળ્યો હતો.

ત્યાં જ સૈફ બ્લેક શર્ટ અને વ્હાઇટ પેંટમાં જોવા મળ્યા હતા. સૈફની નવી હેરસ્ટાઇલ નજર આવી રહી હતી. તૈમુરની વાત કરીએ તો, તેણે બ્લેક ટી શર્ટ અને ગ્રે પેંટ પહેર્યુ હતુ. કરીના, સૈફ અને તૈમુરે કોરોનાને ધ્યાને રાખી સેફટી માટે માસ્ક કેરી કર્યુ હતુ. આ દરમિયાન નાના નવાબ જેહ પર બધાની નજર ટકેલી હતી.

Image source

બ્લુ કલરની વનજી અને શોક્સ પહેરેલ જેહની ક્યુટ તસવીરો ફોટોગ્રાફરના કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જે હાલ ખૂબ વાયરલ થઇ રહી છે. જેહ આસપાસની વસ્તુઓને જોઇ રહ્યો હતો. એક તસવીરમાં કરીના તેના દીકરા જેહને ખોળામાં લેતી પણ જોવા મળી હતી. કરીનાએ દીકરા જહાંગીરના જન્મ બાદ ઘણા સમય સુધી તેને મીડિયાથી દૂર રાખ્યો હતો. પરંતુ હવે કરીના ઘણી મીડિયા ફ્રેંડલી થઇ ગઇ છે અને જેહનો ચહેરો પણ છૂપાવી રહી નથી.

કરીના અને સૈફે આ દરમિયાન ફોટોગ્રાફર્સનેે નિરાશ ન કર્યા અને કપલે ઘણા પોઝ પણ આપ્યા હતા. સૈફે હાથ હલાવતા પણ જોવા મળ્યા હતા. કરીનાનો નાનો દીકરો પણ આઉટિંગની મજા લેવા માટે જઇ રહ્યો છે. માતા-પિતા સાથે સાથે તૈમુર પણ કેમેરામેન સામે પોઝ આપતા જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કરીના કપૂરે આ વર્ષે ફેબ્રુઆરીમાં બીજા દીકરા જેેહને જન્મ આપ્યો હતો. જન્મના કેટલાક સમય સુધી તેનું નામ અને તેનો ચહેરો તેણે છૂપાવી રાખ્યો હતો. જેહ મોટા ભાઇ તૈમુરની જેમ ઘણો જ ક્યુટ છે.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

Shah Jina