જો પૈસાની સમસ્યા સર્જાય તો કરો તજ અને ધાણાનો આ ઉપાય…બેંક બેલેન્સ વધતુ જ જશે

બેંક બેલેન્સ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે? બસ એટલું કરો, માલામાલ થતા કોઈ નહિ રોકી શકે

રસોડામાં કેટલીક એવી વસ્તુઓ અને મસાલાઓ હોય છે, જેનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવાની સાથે જ્યોતિષ શાસ્ત્રમાં પણ કરવામાં આવે છે. તજ ખાવાનો સ્વાદ તો વધારે છે જ પણ જ્યોતિષમાં તેનું વિશેષ મહત્વ છે.

એવું કહેવાય છે કે તજના કેટલાક ઉપાય જીવનમાં ખુશીઓ લાવી શકે છે, સમસ્યાઓ દૂર કરે છે અને વ્યક્તિની મનોકામના પણ પૂર્ણ કરે છે. જીવનમાં જો પૈસાની સમસ્યા સર્જાય તો તેને દૂર કરવા જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા કેટલાક ટોટકા અજમાવી શકાય છે. તો ચાલો જાણીએ.

તજના ટોટકા : તજના પાવડર પર સાત વાર અગરબત્તીને એન્ટી ક્લોક વાઇઝ ફેરવી ભગવાનને ધન્ય પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરી, તજનો થોડો પાવડર પર્સ અને તિજોરીમાં છાંટી દો. આ પછી જે પાવડર બચે તેને મંદિરમાં રાખી દો. દર ત્રીજા દિવસે આ ઉપાય કરો અને પછી જીવનમાંથી પૈસાની તંગી દૂર થવા લાગશે.

તજ અને નાળાછડીનો ઉપાય : તજનો એક ટુકડો લઇ તેના પર ત્રણવાર નાળાછડી વીંટી અને ગાંઠ બાંધો. આ પછી ભગવાનને પ્રાર્થના કરો કે વેપારમાં ફાયદો થાય અને ઘરમાં ક્યારેય ધનની કમી ન સર્જાય. આ પછી તજના આ ટુકડાને ઓફિસના દરવાજાની ઉપર અથવા તો ઘરની બહાર કોઈ ખૂણામાં બાંધી દો. આને તિજોરીમાં પણ રાખી શકાય છે. આ ઉપાય ફક્ત ગુરૂવારના દિવસે જ કરવો.

ધાણાનો ઉપાય : શુક્લપક્ષમાં મંગળવાર અથવા ગુરુવારે સવારે માટીના એક પાત્રમાં આખા ધાણાના થોડા બી લો અને એક રૂપિયાના 21 સિક્કા રાખો. આના પર થોડી માટી રાખી ઉપરથી પાણી છાંટો. ત્યારબાદ આ માટીના પાત્રને ઘરની ઉત્તર દિશામાં અથવા તો તિજોરી નીચે રાખી દો. રોજ તેમાં થોડું થોડું પાણી છાંટતા રહો. જ્યારે ધાણા ઉગે તો તેને ઉપયોગમાં લઈ લો અને માટીમાંથી સિક્કા કાઢીને તેને લાલ કપડામાં બાંધી તીજોરીમાં રાખી દો. આ સિક્કા જ્યાં સુધી તમારી તિજોરીમાં રહેશે ત્યાં સુધી તિજોરી ધનથી ભરેલી રહેશે.

(નોટ : ઉપરોક્ત માહિતી સામાન્ય જાણકારી અને માહિતી પર આધારિત છે. ગુજ્જુરોક્સ તેની પુષ્ટિ કરતું નથી.)

Shah Jina