મનોરંજન

ફરાહ ખાનની એક્ટિંગને ચંકી પાંડેએ કહી ઓવરએક્ટિંગ, કોરિયોગ્રાફર બોલી- પોતાની છોકરીને સંભાળ પહેલા

કોરિયોગ્રાફર ફરાહ ખાન અવાર નવાર તેના ફની વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. ફરાહ ખાને હાલમાં જ અનન્યા પાંડે સાથેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અનન્યા સાથે ફરાહ ખાન અને બીજા કેટલાક લોકો જોવા મળી રહ્યા છે. ફરાહ અને અનન્યા બંનેએ સાથે મળીને આ ફની વીડિયો બનાવ્યો છે. આ વીડિયો જોયા બાદ ચંકી પાંડેએ ફરાહની એક્ટિંગને ઓવરએક્ટિંગ ગણાવી હતી, જેનો ફરાહે યોગ્ય જવાબ આપ્યો હતો. અનન્યાએ પણ આ વીડિયો ગઈકાલે રાત્રે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો.

આ વીડિયોમાં અનન્યા તેના ડ્રેસિંગ રૂમમાં બેઠેલી જોઈ શકાય છે. તેના કેટલાક મેક-અપ આર્ટિસ્ટ અને તેની ટીમ પણ દેખાઈ રહી છે. જ્યારે અનન્યા પાંડે તૈયાર થાય છે, ત્યારે ફરાહ ખાન ઉત્સાહપૂર્વક એન્ટ્રી કરે છે અને અનન્યાને કહે છે કે તેણે ‘ખાલી પીલી’ માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો છે. અનન્યા અને તેની ટીમ તરત જ આનંદથી બૂમો પાડે છે અને ટીમ તેને અભિનંદન આપે છે. ફરાહ ત્યારપછી હાઉસફુલ સીરિઝની જેમ અનન્યાના પિતા ચંકી પાંડેની સ્ટાઈલમાં કહે છે, આઇ એમ અ જોકિંગ. એટલે કે “હું મજાક કરું છું.”

વીડિયો શેર કરતા અનન્યા પાંડેએ તેના કેપ્શનમાં લખ્યું, “ઓવરએક્ટિંગ માટે 50 રૂપિયા કાપવામાં આવ્યા છે. ફરાહ ખાન સાથે સૌથી મજાનો સમય. અનન્યાની આ પોસ્ટ પર તેના પિતા અને અભિનેતા ચંકી પાંડેએ કોમેન્ટમાં લખ્યું, “ફરાહને આ વીડિયોમાં ઓવરએક્ટિંગ કરવા બદલ એવોર્ડ મળવો જોઈએ.” ચંકીની આ કમેન્ટનો ફરાહે યોગ્ય જવાબ આપ્યો.ફરાહ ખાને લખ્યું કે, ચંકી પાંડે પહેલા તમારી દીકરીને સંભાળો. જવાબમાં ચંકીએ ફરાહને કહ્યું, “ફરાહ, તેં તારા ભાઈએ મને આપેલી મારી લાઈન ચોરી લીધી.”

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

ફરાહની આ અદ્દભુત શૈલી અને યોગ્ય જવાબે દરેકને તેના ચાહકો બનાવી દીધા. એક પ્રશંસકે લખ્યું કે, ફરાહ મેમ ગોટ નો ચિલ્લી” બીજાએ લખ્યું, “ફરાહ મેમ આટલા ક્રૂર કેવી રીતે.” ત્રીજાએ હસતા ઇમોજી સાથે લખ્યું, ઇમોશનલ ડેમેજ… એકે લખ્યું- જો તેણે કહ્યું હોત કે ‘પહેલા તેની પોતાની ફિલ્મ જુઓ’ તો તે એક રમુજી મજાક બની હોત. પરંતુ તેણે બેલ્ટની નીચે મારવાનું નક્કી કર્યું.