એક તરફ હિન્દૂ દીકરીઓએ લીધા લગ્નના ફેરા તો બીજી તરફ મુસ્લિમ દીકરીઓએ પઢ્યા નિકાહ, ઈસાઈ અને શીખ દીકરીઓના પણ તેમના ધર્મની વિધિ અનુસાર થયા લગ્ન

સુરતના ખ્યાતનામ ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી તેમના સેવાકાર્યો માટે એક આગવી નામના ધરાવે છે, તે હજારો દીકરીઓના પાલક પિતા તરીકેની જવાબદારી પણ બખૂબી નિભાવે છે, દર વર્ષે તેઓ પિતા વિહોણી દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવતા હોય છે, ત્યારે છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે તેઓ આ સમૂહ લગ્ન કરાવી શક્યા નહોતા, પરંતુ આ વર્ષે પરિસ્થિતિ થોડી સારી બનવાના કારણે તેમને 300 દીકરીઓને એક જ માંડવે ધામધૂમથી વિદાય આપી.

પી.પી.સવાણી ગ્રુપ આયોજિત ભવ્ય લગ્ન સમારોહ “ચુંદડી મહિયરની”ના પ્રથમ દિવસે સવારે 65 અને સાંજે 70 જેટલી કન્યાના લગ્ન પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલના કેમ્પસમાં યોજાયા હતા. બે દિવસમાં 300 દીકરીઓના ધામધૂમથી લગ્ન યોજાયા. બે દિવસથી બદલાયેલા મોસમના કારણે આ સમુહલગ્ન ખુલ્લા મેદાનમાં નહિ પણ શાળાના સંકુલમાં યોજાયા હતા.

પી.પી.સવાણી ગ્રુપના વલ્લભભાઈ સવાણી અને વિવિધ સમાજના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત થઇ હતી, સાંજે વલ્લભભાઈની સાથે વડીલોએ દીપ પ્રાગટ્ય કર્યો હતો. આ સમૂહલગ્નમાં એક અનોખો સંયોગ પણ પી.પી સવાણીના આંગણે જોવા મળ્યો હતો. જ્યાં એક તરફ દીકરીઓના હિંદુ વિધિથી લગ્ન થતા હતા તો બીજી તરફ મુસ્લિમ દીકરીના નિકાહ થતા તો ત્રીજી તરફ ઈસાઈ વિધિથી લગ્ન યોજાયા હતા અને ચોથા ખૂણે શીખ વિધિથી લગ્ન વિધિ યોજાઈ હતી.

આમ ચાર ધર્મની દીકરીઓ આજે એક જ સમારોહમાં પરણ્યા હતા. તમામ મહેમાનોએ અને મહિયારામાં દીકરીના સાસુ-સસરાએ દીકરીનું પૂજન કર્યું હતું. ખુદ મહેશભાઈએ પોતાની પુત્રવધુ જાનકી અને આયુષીનું પૂજન કરીને દીકરીઓને મહિમા દર્શાવ્યો હતો. ચાર તબક્કામાં યોજાઈ રહેલા આ વર્ષના લગ્ન સમારોહની શરૂઆત સવારે સાત વાગ્યે શુભારંભ કરવામાં આવ્યો. આ લગ્ન સમારોહમાં પિતા વિહોણી 300 દીકરીઓના પાલકપિતા બનીને શ્રી મહેશભાઈ વલ્લભભાઈ સવાણી પરણાવવાનું એક ભવ્ય આયોજન દરવર્ષની જેમ આ વર્ષે પણ કર્યું.

સ્વાગત પ્રવચન કરતા મહેશભાઈ સવાણીએ દીકરીઓની લગ્ન સમારોહમાં ફેરફારના કારણે પડેલી મુશ્કેલી માટે માફી માંગી હતી. પિતાની ગેરહાજરીમાં જેહમતથી દીકરીનો ઉછેર કરનાર માતાના હસ્તે દીકરીનું કન્યાદાન કરવામાં આવે. સમૂહ લગ્ન અને સમાજ દ્વારા લાવવામાં આવેલી જાગૃતિના કારણે હવે 90% વરઘોડા ઓછા થયા છે.

સાસરે જતી દીકરીઓને વેવાઈઓ દીકરાનું સ્થાન આપે તેવી પ્રાર્થના એમણે કરી હતી. મહેશભાઈ એ કહ્યું હતું કે, દીકરી જ્યાં સુધી માના સ્વરૂપમાં હોય, ત્યારે ઘર એક સ્વર્ગ બની જાય છે. વેવાઈ વેવાણને વિનતી કરી કે દીકરીઓનું જતન કરશો. દીકરીઓને જણાવ્યું કે સાસુ-સસરાને મા-બાપ સમજજો, નણંદ, દેરાણી, જેઠાણીને બહેન માનશો. પરિવારને એક તાંતણે બાંધી રાખવાની પ્રેરણા આપી.

ભવિષ્યમાં દીકરી ઉત્તમ માતા બને તેવી શુભેચ્છા પાઠવી દીકરીઓ સાસરીયામાં સરળ જીવન યાત્રા વિતાવે તેવી લાગણી વ્યક્તકરી આશીર્વાદ આપ્યા. આજના લગ્ન સમારોહમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કોંગ્રેસના પ્રતાપ દુધાત, આપ નેતા પ્રવીણ રામ, વિજય સુવાળા, નીખીલ સવાણી સહીત અનેક સમાજ અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સામાજિક કાર્યો માટે આજે વિશેષ સમ્માન ઉદ્યોગપતિ અને લક્ષ્મી ડાયમંડ ગ્રુપના વસંતભાઈ ગજેરા અને કિરણ જેમ્સના વલ્લભભાઈ પટેલનું વલ્લભભાઈ સવાણી અને સી આર પાટીલ સહીત મહાનુભાવોના હસ્તે સમ્માન કરવામાં આવ્યું હતું. દીકરીઓએ મહેશભાઈને લખેલા પત્રો અને મહેશભાઈના પત્ર દ્વારા પિતા-પુત્રીની લાગણીનો પ્રવાહ વ્યક્ત થયો છે, તેવું પુસ્તક “ચુંદડી મહિયરની” નું વિમોચન કરવામાં આવ્યું. જેમાં દીકરીઓના વ્હાલ અને વેદનાના પત્રો પ્રકાશિત થયા છે. યોગિતા પટેલ પ્રસ્તુત “ચુંદડી મહિયરની” ગીતને લોકાર્પિત કરવામાં આવ્યું હતું.

મહેશ સવાણી દ્વારા કરવામાં આવી રહેલા આ સમૂહલગ્નમાં હિન્દૂ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ધર્મની દીકરીઓનો પણ સમાવેશ થાય છે. કોરોનાને કારણે સમૂહ લગ્નમાં દીકરીઓને ભેટ, ઘરવપરાશની વસ્તુઓ અને ટુર પેકેજમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં. કોરોના પહેલા દીકરીઓને આપવામાં આવતી કુલ્લુ-મનાલીનું ટુર પેકેજ, ઘરગથ્થુ વસ્તુઓ આ વખતે પણ આપવામાં આવશે.

થોડા સમય પહેલા મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં મહેશભાઈએ જણાવ્યું હતું કે સુરતની અંદર ચૂંદડી મહિયરની અંતર્ગત આગામી ડિસેમ્બર 4 અને 5 તારીખે યોજાનારા છે. આ પ્રસંગે પિતા વિહોણી દીકરીઓના પાલક પિતા તરીકેની જવાબદારી મહેશભાઈ સ્વીકારી વિધવા બહેનોને તેમની જવાબદારીમાંથી મુક્ત કરશે એમ પણ તેમને જણાવ્યું હતું.

સવાણી ગ્રુપ દ્વારા 10 વર્ષમાં 3000 લગ્નો કરનાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે તેઓ માત્ર સુરતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં નિરાધાર દીકરીઓના લગ્ન કરાવે છે. તેમણે છેલ્લા 10 વર્ષમાં 3000 દીકરીઓના લગ્ન કરાવ્યા છે. તેઓ 4446 દીકરીઓના પાલક પિતા છે

Niraj Patel