ચામુંડા માતાજીના ચોટીલા મંદિરમાં આજે પણ માતાની રક્ષા કરવા રોજ રાત્રે આવે છે સિંહ, જરૂર વાંચો ઇતિહાસ, માતાજી ભલું કરશે

સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલું ચોટીલા ધામ કે જ્યાં ચોટીલા ડુંગર પર મા ચંડી ચામુંડા વિરાજમાન છે. માતા ચામુંડા 64 જોગણીઓના અવતારમાના એક છે. જ્યાં રોજના હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. અહીં દર્શને આવનાર દરેક શ્રદ્ધાળુઓની માતા ચામુંડા મનોકામના પૂર્ણ કરે છે. આ મંદિર ડુંગર પર આવેલું છે, જ્યા સુધી જવા માટે 1000 પગથિયાં ચડીને જવું પડે છે.

કહેવાય છે કે હજારો વર્ષો પહેલા આ જગ્યાએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસો હતા. જેઓ અહીંના આજુબાજુના લોકોને ખૂબ હેરાન કરતા અને પછી એ ત્રાસથી બચવા માટે લોકોએ અને ત્યાં રહેતા ઋષિમુનિઓએ આધ્યશક્તિની આરાધના કરી. ત્યારે આદિ આધ્યશક્તિ પ્રસન્ન થયા અને એ બે રાક્ષસોનો વધ કરવા માટે પૃથ્વી પર મહાશક્તિ રૂપે અવતરી આ બે રાક્ષસોનો નાશ કર્યો હતો. ત્યારથી મહાશક્તિ ચામુંડાના નામથી ઓળખાય છે.

જ્યાં ચંડ મુડનો વધ કર્યો એ જ ડુંગર પર માતાની સ્થાપના કરવામાં આવી છે. આજે ચામુંડા મા ના હાજરો હાજુર પરચાઓ છે. એવું કહેવાય છે કે જો કોઇએ તમારા પર મેલી વસ્તુનો પ્રયોગ કરી તમને હેરાન કરતું હોય તો આ દેવીના માત્ર સ્મરણથૂ તમારી રક્ષા કરવા આવી પહોંચે છે.

ચામુંડા માતાનું વાહન સિંહ છે. આજે પણ ત્યાં રોજ રાત્રે સિંહ સાક્ષાત આવે છે. એટલા માટે સાંજે સાત વાગ્યા પછી આ મંદિરમાં કોઇ રહેતું નથી. ખૂદ પૂજારી પણ ડુંગરી ઊતરી નીચે આવી જાય છે. માતાની મૂર્તિ સિવાય રાત્રે ડુંગર પર કોઇ રહેતું નથી. માતાની રક્ષા કરવા સાક્ષાત કાલભૈરવ મંદિર બહાર ચોકી કરે છે. એવું પણ લોકો દ્વારા સાંભળવા મળ્યું છે.

 

ચોટીલા ચામુંડા મંદિરમાં હજારો ભક્તો માતાના દર્શન કરવા માટે આવે છે અને પોતાના દુખ માતાજીને કહે છે. એવું કહેવામાં આવે છે કે માતા બધાની તકલીફો અને દુખો સાંભળે છે અને તેને દૂર પણ કરે છે. હવે એવું છે કે, આ મંદિરમાં સિક્કા ચોંટાડવામાં આવે છે અને કેમ લોકો એવું કરે છે તેવો પ્રશ્ન અચૂક તમને થયો હશે.

તો જણાવી દઇએ કે, એવી માન્યતા છે કે જો કોઇએ કાળા જાદુ કે મેલી વિદ્યા કરી હોય અથવા તો તમે કોઇના વશમાં હોવ તો અહીં આવી સિક્કો ચોંટાડવામાં આવે છે. લાખો શ્રદ્ધાળુઓ અહીં આવી અને સિક્કા ચોંટાડે છે.

શ્રી ચામુંડા માતાજીનું પ્રખ્યાત મંદીર ચોટીલાના ડુંગર પર આવેલું છે, જ્યાં પહોંચવા માટે નીચેથી ઉપર સુધી પગથીયાં પણ બનાવવામાં આવેલાં છે. આ ડુંગરની ઉંચાઇ 1,173 ફુટ જેટલી છે. શ્રદ્ધાળુ લોકો માતાજીનાં દર્શનાર્થે દરરોજ મોટી સંખ્યામાં આવતા હોય છે.

ચોટીલા મંદીર ટ્રસ્ટ દ્વારા ચાલતા અન્નક્ષેત્રમાં જમવાની તથા રહેવાની નિ:શુલ્ક વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ ધાર્મિક સ્થળ ગુજરાતનાં મુખ્ય યાત્રાધામો પૈકીનું એક પૌરાણીક અને અગત્યનું યાત્રાધામ છે. ચોટીલા પ્રસિધ્ધ ગુજરાતી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીનું જન્મ સ્થળ પણ છે.

YC