ગજબ કહાની: મહેંદી અને પીઠી લગાવી દુલ્હને કાંડ કર્યો, ડ્રાઈવર બનીને આવ્યો પ્રેમી, જોરદાર કહાની છે આ

ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવાર લૂંટેરી દુલ્હનના મામલા સામે આવે છે. કેટલીકવાર તો લૂંટેરી દુલ્હન ઘરમાંથી રોકડા અને દાગીના લઇ ફરાર થઇ જતી હોય છે, તો કેટલીકવાર તે પોલિસના હાથે ઝડપાઇ પણ જતી હોય છે.

ત્યારે રાજસ્થાનના ચિત્તોડગઢમાં એક લગ્નની ખુશી ત્યારે દુખમાં ફેરવાઇ જ્યારે દુલ્હન ભાગી ગઈ. જો કે, છોકરાવાળાને આ વાતની જાણ થતાં તેઓએ ઉતાવળમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને મધ્યરાત્રિએ લૂંટેરી દુલ્હન અને તેના ભાઈને પકડી લીધા.

આ દરમિયાન દુલ્હનનો પ્રેમી પણ મળી આવ્યો. સંબંધીઓએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. લુટેરી દુલ્હનના પિતા ફરાર છે અને તેની માતા બીમારીનું બહાનું કરી હોસ્પિટલમાં દાખલ થઇ ગઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ચિત્તોડગઢના પાવટા ચોકમાં રહેતા રાજેન્દ્ર ચપલોતના લગ્ન ઝાલરાપાટનની રહેવાસી અંકિતા સાથે નક્કી થયા હતા.

5 મે સુધી તો બધું બરાબર હતું પણ મોડી રાત્રે અંકિતાના પિતા અને તેના પરિવારજનો કોઈ વાતને લઈને નારાજ થઈ જવા લાગ્યા. વિવાદની ચર્ચા સાંભળીને દુલ્હો ત્યાં પહોંચ્યો. પણ ત્યાં સુધીમાં લૂંટેરી દુલ્હન અંકિતા, તેના પિતા, તેનો એક ભાઈ અને તેની ભાભી ચિત્તોડગઢ છોડીને ચાલ્યા ગયા હતા. બાદમાં મધરાતે કન્યા અંકિતા અને તેનો ભાઈ ઝડપાયા.

અંકિતા અને રાજેન્દ્રના લગ્ન એક વચેટિયા મારફત નક્કી થયા હોવાનું બહાર આવ્યું હતું. તેમાં રૂપિયાનું લેણ દેણ પણ થયુ હતુ. અંકિતાના પરિવારજનોને લગ્ન માટે ઘણી રકમ પણ આપવામાં આવી હતી. એક ખાસ સમુદાયનો યુવક ડ્રાઇવર તરીકે કન્યાના પરિવાર સાથે આવ્યો હતો.

File Pic

આ બાબતે વરરાજાના પરિવારનો કન્યાના પરિવાર સાથે વિવાદ થયો હતો. બાદમાં ખબર પડી કે તે અંકિતાનો પ્રેમી છે. વરરાજા રાજેન્દ્રની માતાના જણાવ્યા અનુસાર લગ્નનું વાતાવરણ હતું. તમામ તૈયારીઓ પણ કરી લેવામાં આવી હતી. લગ્નમાં હાજરી આપવા માટે સંબંધીઓ પણ પહોંચ્યા હતા. હલ્દી, મહેંદી અને સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું. બસ ફેરા અને ત્યાર બાદ રિસેપ્શનની તૈયારી હતી. આ દરમિયાન જ લગ્નની તમામ તૈયારીઓ પર રોક લગાવી દેવામાં આવી.

File Pic

લૂંટેરી દુલ્હનની આશિકીને કારણે હવે લગ્ન નિરસ્ત થઇ ગયા. તે બાદ મહેમાનો પણ પરત ફરવા લાગ્યા અને લગ્ન સ્થળે ખુશીઓ હતી તે સન્નાટામાં ફેલાઇ ગઇ. આ સમગ્ર ઘટનાથી વ્યથિત વરરાજાના પિતાએ પોલીસને જાણ કરી. તેમણે લગ્નના નામ પર થયેલ ધોખાધડીનો રીપોર્ટ દાખલ કરાવ્યો. તે બાદ પોલિસ આ કેસની તપાસમાં લાગી. વરરાજાના સંબંધીઓના જણાવ્યા અનુસાર, જો તેઓને સમયસર જાણ ન થઇ હો તો તેમના જાન-માલને પણ જોખમ થઈ શકતુ હતુ.

Shah Jina