બાળકોને કારની છત પર સૂવડાવી દોડાવી SUV, લોકો બોલ્યા- ખૂબ જ ખતરનાક

કારની છત પર બાળકોને સૂવડાવી કર્યુ ડ્રાઇવ, પૂછવા પર આપ્યો એવો જવાબ કે મગજ છટકી જશે…જુઓ વીડિયો

દુનિયામાં જાનલેવા બેવકૂફિયા કરવાવાળાની કોઇ કમી નથી. ઘણા એવા લોકો ભર્યા પડ્યા છે જે કંઇક એવું કરી દે છે કે તેમની સાથે સાથે બીજાનો પણ જીવ જોખમમાં આવે. હાલમાં જ આવો એક વીડિયો સામે આવ્યો છે, જે ગોવાનો હોવાનું કહેવાઇ રહ્યુ છે. આમાં એક વ્યક્તિ મહિન્દ્રા એક્સયુવી કાર ડ્રાઇવ કરતો નજર આવી રહ્યો છે, પણ આ કારની છત પર બે બાળકો સૂઇ રહ્યા છે, જે 8થી10 વર્ષના હોવાનું માલૂમ પડી રહ્યુ છે.

SUVની છત પર બાળકોને સૂવડાવી ડ્રાઇવરે ચલાવી કાર

વીડિયોમાં આ કારને પાર્રા કોકોનટ ટ્રી રોડ પર ચાલતી બતાવવામાં આવી છે, જે ગોવામાં પર્યટકો વચ્ચે લોકપ્રિય એક સુંદર રૂટ છે. વીડિયો બનાવનાર વ્યક્તિએ ડ્રાઈવરને ચાલતા વાહનની છત પર બાળકોને સૂવા દેવા અંગે પ્રશ્ન પૂછ્યો હતો. આના પર ડ્રાઈવર આકસ્મિક રીતે જવાબ આપે છે કે હું બસ કાર રિવર્સ કરી રહ્યો હતો અને વીડિયો અહીં પૂરો થઇ જાય છે. ઈન્ટરનેટ પર લોકો આ વીડિયો જોઈને ચોંકી ગયા છે. ઘણા લોકો કહે છે કે શું આ બાળકો આ વ્યક્તિના છે ?

લોકોની આવી પ્રતિક્રિયા આવી

જો હા તો તે તેમની સાથે આવું કેવી રીતે કરી શકે. એક યુઝરે લખ્યું કે ‘બાળકો સૂતા હોય એવું લાગતું નથી પણ બેભાન દેખાય છે, કંઈક ખોટું છે. શું તેમની તસ્કરી કરવામાં આવી રહી છે ? લોકો પણ આ પ્રવાસી સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. જોકે, કાર માલિકે પાછળથી શું કર્યું તે અંગે કોઈ માહિતી નથી. આ સિવાય આ ઘટનાના સંબંધમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી નથી.

Shah Jina