વાહ આ બાળકોના સાહસને સલામ ! કમરથી પણ વધુ પાણીની ધાર સામે લડીને અબોલા શ્વાનનો જીવ બચાવ્યો ! લોકોએ કર્યું સાહસને સલામ, જુઓ વીડિયો
Children saved the dog’s life : આપણે ત્યાં એવું કહેવાય છે કે નાના બાળકો ભગવાનનું રૂપ હોય છે અને તે એકદમ માસુમ પણ હોય છે. તે ઘણીવાર એવા કામ કરે છે જે મોટા માણસ કરવાનું પણ ના વિચારી શકે. તેમના દિલમાં જરા પણ પાપ નથી હોતું. ત્યારે બાળકોની આવી જ ક્યુટનેસના ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બે બાળકો એક અબોલ શ્વાનને બચાવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે.
અબોલ શ્વાનનો જીવ બચાવ્યો :
ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બે નાના છોકરાઓ એક અબોલ શ્વાનને બચાવવા માટે પોતાના જીવની પણ પરવા કરતા નથી. રસ્તામાં, તે તેની કમર સુધી વહેતા પાણીમાં શ્વાનને બચાવવા પહોંચે છે. પાણીના કારણે શ્વાન જીવ બચાવવા માટે રસ્તાના કિનારે બનાવેલી બાઉન્ડ્રી પર છુપાયેલો જોવા મળે છે.
પાણીની ધાર સામે લડીને પહોંચ્યા :
પાણીની ધાર સામે લડતા, બાળકો ત્યાં પહોંચે છે અને પછી શ્વાનને બચાવે છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘સુપર હીરો. દરેક વાલીઓએ બાળકોને મૂંગા પ્રાણીઓ સાથે કેવી રીતે વર્તવું તે અંગે માર્ગદર્શન આપવું જોઈએ. 3 મેના રોજ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો ત્યારથી, આ વિડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે.
View this post on Instagram
લોકોએ બિરદાવ્યા બાળકોના સાહસને :
આ ઉપરાંત લાખો લોકોએ લાઈક પણ કરી છે અને લોકો કોમેન્ટ કરીને આ બહાદુર બાળકોની પ્રશંસા કરી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં સિંગર નેહા ભસીને લખ્યું, ‘ઓ ડિયર બાળકો, ભગવાન તમારું ભલું કરે.’ કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું, ‘તે સાચો હીરો છે.’ જ્યારે બીજાએ લખ્યું, ‘સોનેરી હૃદયવાળા બે બાળકો.’ જ્યારે ત્રીજાએ લખ્યું, ‘બાળકો ભગવાનનું સ્વરૂપ છે, સાંભળ્યું હતું… આજે જોઈ પણ લીધું.”