આ ટેણીયાએ એવી ટ્રીક વાપરી અને 6 સેકેન્ડમાં જ આખા સોશિયલ મીડિયાને બનાવી દીધું બેવકૂફ, વીડિયો જોઈને લોકો પણ થયા પ્રભાવિત, જુઓ તમે પણ

આજકાલના ટેણિયાઓને તો કોઈ ના પહોંચી વળે બાપલીયા… જુઓ આ ટેણિયાની ચાલાકી, વીડિયો જોઈને લોકો પણ મુકાઈ ગયા મૂંઝવણમાં..

સોશિયલ મીડિયામાં દિવસ દરમિયાન ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. દૂર દેશમાં બનેલી કોઈ ઘટના સામે આવતા જ લોકો પણ તેને જોવા લાગે છે અને ધડાધડ શેર પણ કરતા હોય છે. ઘણા વીડિયોને જોઈને આપણને પણ હેરાની થતી હોય છે, ત્યારે હાલ એવા જ એક ટેણીયાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આપણે જોયું છે કે નાના બાળકો ખુબ જ ચાલાક હોય છે અને તે પોતાનું કામ કઢાવવા માટે તમારી પાસે કોઈપણ યુક્તિ વાપરી લેતા હોય છે. ત્યારે વાયરલ થઇ રહેલા આ ટેણીયાએ પણ એવું જ કંઈક કર્યું. પરંતુ આ ટેણીયાએ જે કર્યું તે ખુબ જ ચોંકાવનારુ હતું, તેણે એક એવી ગજબની ટ્રીક વાપરી કે આખું સોશિયલ મીડિયા તેની આ ટ્રીકમાં બેવકૂફ બની ગયું.

વીડિયોની શરૂઆતમાં એક ટેણીયું બેઠેલું દેખાય છે તેની થોડે દૂર એક પાણી ભરેલું ડબ્બુ પડ્યું છે. આ ટેણીયું ત્યાંથી પથ્થર ફેંકે છે જે સીધો જ તે ડબ્બામાં આવીને પડે છે. એક પછી એક તે પથ્થર ફેંકતું રહે છે અને બધા જ પથ્થર ડબ્બામાં પડતા જોઈને ટેણીયાના નિશાનાથી બધા જ પ્રભાવિત થઇ જાય છે.

પરંતુ થોડી જ વારમાં આ વીડિયોની સચ્ચાઈ બહાર આવે છે. વીડિયોની આગળની ફ્રેમમાં એક બીજું ટેણીયું પણ દેખાય છે અને તે ડબ્બા પાસે ઉભું છે. જેવો જ પેલો ટેણીયો પથ્થર ડબ્બા તરફ નાખે છે કે ડબ્બા પાસે ઉભેલું ટેણીયું તેમાં પથ્થર નાખી દે છે. આ જોઈને લોકો પણ બેવકૂફ બની ગયા હતા. હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel