માનવતા હજુ પણ જીવે છે, રસ્તામાં લોક થયેલી કારમાં ફસાયેલા બાળકને બચાવવા માટે લોકોએ જે કર્યું એ જોઈને તમે પણ સલામ કરશો… જુઓ વીડિયો
Child got locked in the car in the heat : સોશિયલ મીડિયામાં રોજ અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળે છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. તો કેટલીક ઘટનાઓ દિલ જીતી લેનારી પણ હોય છે. ઘણીવાર લોકો મુસબિતમાં ફસાયેલા લોકોની મદદ માટે પણ આવતા હોય છે અને ત્યારે તેમના વીડિયોને જોઈને આપણને પણ તેમને સલામ કરવાનું મન થઇ જાય. ત્યારે હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં લોક કારમાંથી એક નાના બાળકને બચાવવામાં આવે છે.
કારમાં ફસાયું બાળક :
વીડિયોમાં કારની આસપાસ ભીડ જોવા મળી રહી છે અને લોકો વિન્ડસ્ક્રીન તોડીને બાળકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. લોકો દ્વારા રડતા બાળકને બચાવવાના અનેક પ્રયાસો બાદ વિન્ડસ્ક્રીન તૂટી ગઈ હતી. થોડા સમય પછી, વ્યક્તિએ કારનું લોક ખોલ્યું અને એક મહિલા બાળકને કારમાંથી બહાર કાઢતી જોવા મળી. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, આ ઘટના હારલિંગેનમાં એક HEBના પાર્કિંગમાં બની હતી.
સ્થાનિક લોકોએ કાચ તોડીને કાઢ્યું બહાર :
ફોક્સ ન્યૂઝ અનુસાર, તે દિવસે હીટ ઇન્ડેક્સ 100 ડિગ્રીથી વધુ હતો. બચાવ થયો તે પહેલા બાળક કારમાં કેટલો સમય હતો તે સ્પષ્ટ નથી. કહેવામાં આવી રહ્યું છે કે પરિવારે ભૂલથી કારમાં જ ચાવી છોડી દીધી હતી. ત્યારે આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને અત્યારે સુધીમાં 14 લાખ કરતા વધારે લોકો જોઈ ચુક્યા છે અને 74 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે.
View this post on Instagram
લોકોની આવી પ્રતિક્રિયા :
વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, “ટિકટોક પર લોકોએ કહ્યું કે માતા આખો સમય ત્યાં જ હતી, તેની ચાવી ખોવાઈ ગઈ હતી અને બાળક સાથેની આખી કાર અંદરથી લૉક થઈ ગઈ હતી, તે તેમને બારી તોડવામાં મદદ કરવાનો પ્રયાસ કરી રહી હતી. કારણ કે દરવાજો ખૂલતો નહોતો અને તેને બારીમાંથી ખેંચવી પડી હતી.”