ભારતીય મુરતિયાએ વિદેશમાં કર્યા લગ્ન, પછી આ કારણે બંને આવી ગયા ભારત, વીડિયોમાં જણાવી સમગ્ર હકીકત

લગ્ન પછી અમેરિકા છોડીને ભારતમાં આવી ગઈ ગોરી મેમ, ભારતીય મુરતિયા સાથેનો વીડિયો શેર કરી જણાવી હકીકત

એવું કહેવાય છે કે પ્રેમને કોઈ બંધનો નડતા નથી, ના પ્રેમ ક્યારેય કોઈ સરહદો સાથે જોડાયેલા છે. પ્રેમ તો સાત સમુદ્ર પાર બેઠેલા વ્યક્તિ સાથે પણ થઇ જાય છે. ઘણા એવા કિસ્સાઓ અપને જોયા હશે જેમાં વિદેશી કન્યાએ ભારતીય યુવક સાથે લગ્ન કર્યા હશે, અને લગ્ન કરવા માટે તે ભારત પણ આવી હશે.(તમામ તસવીરો: ઇન્સ્ટાગ્રામ)

હાલ સોશિયલ મીડિયામાં એવી જ એક કન્યા અને ભારતીય મુરતિયાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોન અંદર દેખાઈ રહેલી કન્યાનું નામ જેસિકા છે અને તે શિકાગોની રહેવાસી છે, જયારે યુવકનું નામ અભિષેક છે અને તે બિહારનો રહેવાસી છે.

વર્ષ 2010માં આ બંનેને પ્રેમનો પરવાનો ચઢી ગયો હતો અને 6 મહિના સુધી એક બીજાને ડેટ કર્યા બાદ પરિવારવાળાની મરજીથી બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા. લગ્નના ચાર વર્ષ પછી તેમના ઘર વર્ષ 2014માં એક દીકરા વિરાજનો જન્મ થયો.


તેમના જીવનમાં બધું જ સારું ચાલી રહ્યું હતું છતાં પણ તેમને કોઈ વાતની ખોટ સતાવી રહી હતી, જેના કારણે તે 2016માં શિકાગોથી ભારત આવી ગયા અને બિહારમાં રહેવા લાગ્યા.બિહારમાં જેસિકાએ એક દીકરી વિવિકતાને જન્મ આપ્યો. હવે ચહેરે પોતાના પરિવાર સાથે બિહારમાં જ રહે છે.

Niraj Patel