‘છાવા’ની રિલીઝને હજુ બોક્સ ઓફિસ પર એક અઠવાડિયુ પણ થયુ નથી. અને તેણે કમાણીમાં 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે જ વિકી બોલિવૂડનો એક મોટો સુપરસ્ટાર બની ગયો છે. વિક્કી કૌશલની ફિલ્મ ‘છાવા’ ગયા શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને પહેલા દિવસથી જ આ ફિલ્મ સિનેમાઘરોમાં ભારે કમાણી કરી રહી છે. ‘છાવા’, જે વિકીના કરિયરનું સૌથી મોટું ઓપનિંગ કલેક્શન સાબિત થઇ છે. અને થિયેટરમાં તે સતત ભીડને આકર્ષી રહ્યું છે.
છાવાએ પુષ્પા 2 ને પછાડી રેકોર્ડ બનાવ્યો!
વિક્કીની ફિલ્મે સોમવાર કરતાં મંગળવારે વધુ કલેક્શન કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા, કારણ કે આવું ભાગ્યે જ જોવા મળે છે. મંગળવારે 25.75 કરોડ રૂપિયાની કમાણી સાથે, ‘છાવા’નું 5 દિવસમાં કુલ 171 કરોડ રૂપિયાનું કલેક્શન થઈ ગયું હતું. બુધવારે છત્રપતિ શિવાજી મહારાજ જયંતીના દિવસે ‘છાવા’ ફિલ્મનો ખૂબ ફાયદો થયો, જેની ફિલ્મની વાર્તા તેમના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે. રિપોર્ટ્સ કહે છે કે, વિક્કીની ફિલ્મે છઠ્ઠા દિવસે બોક્સ ઓફિસ પર લગભગ 25% ની વૃદ્ધિ જોઈ છે. આ ઉછાળા સાથે, ફિલ્મે બુધવારે લગભગ 32 કરોડ રૂપિયાની કમાણી કરી હોવાનો અંદાજ છે. હવે 6 દિવસમાં ફિલ્મની કુલ કમાણી 203 કરોડ રૂપિયાને વટાવી ગઈ છે.
‘છાવા’ એ વિકીને બનાવ્યો બોક્સ ઓફિસનો બાહુબલી!
એક રસપ્રદ વાત એ છે કે 500 કરોડથી વધુ કમાણી કરનારી પહેલી હિન્દી ફિલ્મ ‘બાહુબલી 2’ (2017) એ પણ માત્ર 6 દિવસમાં 200 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. ‘છાવા’ ને પણ એટલા જ દિવસો લાગ્યા છે અને આ જ વાત પરથી ખ્યાલ આવે છે કે વિક્કીની ફિલ્મ કેટલી ઝડપથી કમાણી કરી રહી છે.
‘છાવા’ 6 દિવસમાં 200 કરોડને પાર
સ્ટારડમના ચાર્ટમાં, અભિનેતાના બોક્સ ઓફિસ પ્રદર્શનનું ખૂબ મહત્વ હોય છે. અને વિકીએ ‘છાવા’ સાથે ખૂબ જ અનોખી સિદ્ધિ મેળવી છે. છેલ્લા 10 વર્ષોમાં, એટલે કે 2015 પછી, તે એકમાત્ર એવો અભિનેતા છે જેમણે બોલિવૂડમાં પ્રવેશ કર્યો છે જેમની સોલો લીડ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર બે વાર 200 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. ‘છાવા’ પહેલા, 2019 માં, વિક્કીની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ એ બોક્સ ઓફિસ પર 200 કરોડથી વધુ કમાણી કરી હતી.
વિકીએ ‘મસાન’ (2015) થી ડેબ્યૂ કર્યું હતું. 4 વર્ષની અંદર, તેમણે 2019 માં ‘ઉરી’ સાથે પહેલીવાર 200 કરોડ રૂપિયાના ક્લબમાં પ્રવેશ કર્યો. બોલિવૂડમાં પોતાના પહેલા દાયકામાં,જ તેની બે ફિલ્મ છે જે 200 કરોડને પાર પહોંચી ગઇ છે. આ ફિલ્મ જે રીતે આગળ વધી રહી છે, તે ટૂંક સમયમાં 300 કરોડ ક્લબમાં પહોંચી જશે. વિક્કીને હંમેશા એક મજબૂત અભિનેતા માનવામાં આવતો હતો. હવે ‘છાવા’ ની જબરદસ્ત સફળતા સાથે, તે પોતાની સ્ટાર પાવર પણ સાબિત કરી રહ્યો છે.