ખબર

આટલી સાવચેતી રાખવા છતાં પણ આખરે ફલાઈટમાં કોરોના પોઝિટિવ દર્દી ઘુસી જ ગયો

25 મેથી દેશભરમાં વિમાની સેવા શરૂ કરવામાં આવી છે. દેશમાં ફ્લાઇટ સેવા શરૂ થતા જ તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવે છે. આમ છતાં ક્યાંક ખામી રહી જતા એક ચોંકાવનારો કિસ્સો સામે આ આવ્યો છે.

Image source

વિમાન કંપની ઈન્ડિગોએ કહ્યું હતું કે, ચેન્નાઇથી કોઇમ્બતુરમાં તેની ફલાઇટમાં યાત્રા કરી ચૂકેલા એક ફ્લાઇટમાં સોમવારે યાત્રા કરી ચૂકેલા એક યાત્રી કોવીડ-19 પોઝિટિવ આવ્યો છે.

Image Source

કોઈમ્બતુર એરપોર્ટના ડોક્ટરે પુષ્ટિ આપી હતી કે, 25 મેની સાંજે 6E381 થી ચેન્નઈથી કોઈમ્બતુર જઇ રહેલા મુસાફરને કોવિડ -19 ચેપ લાગ્યો છે. એમ કંપનીએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું છે. હાલ તો આ દર્દી કોઇમ્બતુરમાં ઇએસઆઈ સ્ટેટ મેડિકલ ફેસેલિટીમાં ક્વોરેન્ટાઇનમાં છે.

Image source

નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, તે દર્દીએ વિમાનમાં ફેસ માસ્ક, ફેસ સિલ્ડ અને ગ્લોવ્સ સહીત બેઠો હતો. આ સિવાય આ ડદર્દીને આસપાસ પણ કોઈ બીજો દર્દીના હતો. જેના કારણે સંક્ર્મણ ફેલાવવાની સંભાવના ઘણી ઓછી છે.
નિવેદન અનુસાર, ઈન્ડિગોએ બધા જ વિમાનોને નિયમિત સૅનેટાઇઝ કરવામાં આવી છે. અને વિમાનને પણ તત્કાલ પ્રોટોકોલ અનુસાર વિમાનના તત્કાલ પ્રોટોકોલ સૅનેટાઇઝ કરવામાં આવ્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.