ખબર વાયરલ

આ કોઈ ચેસનું મેદાન નહિ પરંતુ છે બ્રિજ, વિદેશમાં નહિ પરંતુ આપણા દેશમાં જ છે આ જગ્યા, વીડિયો જોઈને તમારું દિમાગ પણ ચકરાવે ચઢી જશે, જુઓ

સોશિયલ મીડિયામાં એવા ઘણા વીડિયો વાયરલ થતા રહે છે, જેને જોઈને તમે સંપૂર્ણપણે મૂંઝાઈ જાવ અને માથું ખંજવાળવા મજબૂર થઈ જાવ. ઘણા વીડિયોને જોઈને હેરાની પણ થતી હોય છે, તમને જણાવી દઈએ કે ચેન્નાઈને ભારતની ચેસ કેપિટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે ચેન્નાઈમાં ફરવા લાયક ઘણી જગ્યાઓ છે, પરંતુ હાલમાં જ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમને પણ ચેન્નાઈ ફરવા જેવું લાગશે. જો તમને પણ ચેસ રમવાનું પસંદ છે તો તમને આ વિડીયો ગમશે.

IAS ઓફિસર સુપ્રિયા સાહુએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક એવો વીડિયો શેર કર્યો છે, જેને જોઈને તમે તમારી આંખો પર વિશ્વાસ નહીં કરી શકો. જાણે શતરંજનું મેદાન બની ગયું હોય એવો આ વીડિયો ચેન્નાઈના એક પુલનો છે. વીડિયોને કેપ્શન આપવામાં આવ્યું છે કે ભારતની ચેસ રાજધાની ચેન્નાઈ ભવ્ય ચેસ ઓલિમ્પિયાડ 2022ની યજમાની કરવા માટે તૈયાર છે. આઇકોનિક નેપિયર બ્રિજને ચેસ બોર્ડની જેમ શણગારવામાં આવ્યો છે.

આ જોઈને ઘણા લોકોએ કમેન્ટ સેક્શનમાં પોતાની અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. માત્ર 21 સેકન્ડના આ ટ્રેન્ડિંગ વિડિયોએ કેટલાક લોકોને મૂંઝવણમાં મૂકી દીધા હતા, તો કેટલાક લોકોના દિલ પણ જીતી લીધા હતા. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે અને હજારો લોકોએ તેને લાઈક પણ કર્યો છે.

તમને જણાવી દઈએ કે તમિલનાડુના મમલ્લાપુરમમાં 28મી જુલાઈથી 44મી FIDE ચેસ ઓલિમ્પિયાડ શરૂ થવા જઈ રહી છે. પરંતુ તે પહેલા જ અહીં ચેસનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે. તમે વિચારતા હશો કે આ કેવી રીતે થયું. તમને જણાવી દઈએ કે અહીં ઓલિમ્પિયાડ પહેલા ચેન્નાઈના નેપિયર બ્રિજને ચેસબોર્ડની જેમ સજાવવામાં આવ્યો છે. જે આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ છે અને લોકોના આકર્ષણનું કેન્દ્ર બનેલું છે.

લોકો બ્રિજ પર ચેસબોર્ડ સાથે સેલ્ફી અને ફોટા લઈ રહ્યા છે. જણાવી દઈએ કે તામિલનાડુમાં 28 જુલાઈથી આયોજિત થનારી 44મી ચેસ ઓલિમ્પિયાડની પ્રથમ મશાલ રિલે શનિવારે છત્તીસગઢની રાજધાની રાયપુર પહોંચી છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે અર્જુન એવોર્ડી ગ્રાન્ડમાસ્ટર પ્રવીણ થિપસેએ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને મશાલ સોંપી હતી. બઘેલે લેડી FIDE માસ્ટર કિરણ અગ્રવાલને ટોર્ચ આપી હતી.