જામકંડોરણામાં બાઇક અને કાર વચ્ચે થયો ગમ્ખવાર અકસ્માત, 8 મહિનાના પુત્ર સહિત 3 લોકોના કમકમાટીભર્યા મોત

લોકડાઉન ખુલ્યા બાદ રાજયભરમાં અકસ્માતના કિસ્સાઓ પણ ઘણા બનતા હોય છે અને અકસ્માતમાં ઘણા લોકો તેમનો જીવ ગુમાવી દેતા હોય છે, ત્યારે હાલ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટના રાજકોટના જામકંડોરણાના દૂધીવદર ગામની છે. આ અકસ્માતમાં દંપતિ અને તેમના 8 મહિનાના પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયુ છે.

ઘટનાની વિગત તપાસીએ તો ચરખડી ગામનુ દંપતિ બાઇક પર તેમના નાના બાાળકને લઇને જતા હતા ત્યારે એક કારે ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા અને તેમને ગંભીર ઇજા થઇ હતી. આ અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને કારચાલક નાસી ગયો હતો. જો કે, પોલિસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકનું નામ દિપક સોલંકી તેમની પત્ની દક્ષાબેન અને તેમના આઠ મહિનાના પુત્રનું નામ રોનક હોવાની વિગત સામે આવી છે, ત્યારે તેઓ ગોંડલના ચરખડી ગામના નિવાસી છે અને તેઓ કોઇના ઘરે બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પોલિસે સ્વીફટ કારના માલિકની શોધ હાથ ધરી છે અને અકસ્માત બાદ તપાસમાં આ દંપતી વાડીમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યુ હતુ.

ઘટનાની પોલિસને જાણ થતા ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી અને 108 મારફતે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જો કે, હોસ્પિટલમાં હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે.

 

Shah Jina