તૂટી ગઈ ધર્મની દીવાલ, ચંદા બીબી બની ગઈ ચંદા કુમારી, હિન્દૂ યુવક સાથે મંદિરમાં ફર્યા લગ્નના ફેરા, જુઓ તસવીરો

યુવતી ચાંદ બની ગઈ ચંદા, યુવક રાજીવે યુવતી સાથે મંદિરમાં કર્યા લગ્ન- જુઓ PHOTOS

એવું કહેવાય છે કે પ્રેમને નાત-જાત અને ધર્મની કોઈ દીવાલો નડતી નથી, એવા ઘણા ઉદાહરણો અને ઘણા કિસ્સાઓ આપણે આપણી આસપાસ અને સોશિયલ મીડિયામાં જોયા હશે, જ્યાં ઘણા લોકો પ્રેમ સંબંધને લગ્નના બંધન સુધી બાંધતા હોય છે અને તેમાં તે વચ્ચે જ્ઞાતિ-જાતિને પણ નથી આવવા દેતા.

હાલ એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક યુવતીએ હિન્દૂ યુવક સાથે ધર્મના બંધનો તોડી અને મંદિરમાં લગ્નના સાત ફેરા ફર્યા છે. આ લગ્ન હાલ ખુબ જ ચર્ચાનો વિષય પણ બની રહ્યા છે. યુવક અને યુવતી 5 વર્ષથી એકબીજાને પ્રેમ કરતા હતા અને આખરે તેમને કોઈની પણ ચિતા કર્યા વગર લગ્નના બંધનમાં બંધાઈ જવાનું નક્કી કરી અને મંદિરમાં જઈ લગ્ન કરી લીધા.

આ લગ્ન બિહારના બેગુસરાયમાં થયા છે. જ્યાં યુવતી ચંદા બીબીએએ પોતાના પ્રેમને પામવા માટે હિન્દૂ રીતિ રિવાજથી મંદિરમાં રાજીવ કુમાર પાસવાન સાથે લગ્ન કરી લીધા. 24 ઓગસ્ટની રતારે જયારે પ્રેમી રાજીવ તેની પ્રેમિકા ચંદાને મળવા માટે તેના ઘરે પહોંચ્યો ત્યારે ચંદાના ઘરવાળાએ તેને ખુબ જ માર માર્યો હતો અને પોલીસને સોંપી દીધો હતો.

જેના બાદ પોતાના પ્રેમીને આટલો મારેલો જોઈને ચંદાએ પણ ઝેર ખાઈને આપઘટ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. આ મામલા બાદ બંનેના પ્રેમને જોતા બજરંગ દળ અને વિશ્વ હિન્દૂ પરિષદના લોકોએ ગત શુક્રવારના રોજ આર્ય મંદિરમાં બંનેના હિન્દૂ રીતિ રિવાજ સાથે લગ્ન કરાવી દીધા. ચંદા બીબીએ હિન્દૂ ધર્મ અપનાવીને ચંદા કુમ્મરી બની રાજીવ સાથે લગ્ન કરી લીધા અને તે ખુબ જ ખુશ છે.

Niraj Patel