...
   

પતિ-પત્નીની આ 6 આદતો વૈવાહિક જીવનને કરી શકે છે વેરવિખેર, જાણો શું કહે છે ચાણક્ય નીતિ

આ આદતો કરવાથી બચો અને વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ જાળવી રાખો..!

ખુશખુશાલ દામ્પત્ય જીવન માટે જરુરી છે કે પતિ અને પત્ની બંનેએ સમજદાર હોવું જરુરી છે. તેઓએ સમાજ અને સંસાર સાથે જોડાયેલી વાતો વિશે વિગતે ખબર હોવી જોઇએ. ચાણક્યએ પોતાના નીતિ શાસ્ત્રમાં પતિ અને પત્નીના 6 પ્રકારના ગુણોની ચર્ચા કરી છે. ચાણક્ય અનુસાર, વૈવાહિક જીવનમાં સુખ પ્રાપ્ત કરવા માટે 6 આદતો પર કાબૂ રાખવો જરુરી છે. આમ ના કરવાથી સબંધ ખતમ થવાની અણીએ પહોંચી જાય છે.

ગુસ્સો
પત્ની અને પતિ વચ્ચે જો કોઇ એકનો ગુસ્સાવાળો સ્વભાવ હોય તો પરિવારમાં ક્યારેય શાંતિ રહેતી નથી. હંમેશા ક્લેશ જ રહ્યાં કરે છે. તે સાથે બંને માનસિક રીતે વ્યથિત રહે છે. આવી અવસ્થામાં સારા કામ પણ ખરાબ સાબિત થાય છે.

વાત છુપાવી
વૈવાહિક જીવનમાં ખુશહાલી માટે જરુરી છે કે પતિ અને પત્નીની વચ્ચે ક્યારેય કોઇ વાત ત્રીજી વ્યક્તિ સુધી ન પહોંચવી જોઇએ. જે વાત જેટલી ગુપ્ત રહે તેટલો જ મજબૂત બને છે. પોતાની વાતોને પોતાના સુધી જ સીમિત રાખવું જોઇએ. સારી વાતોની ચર્ચા કરનાર પતિ પત્ની હંમેશા સુખી રહે છે. તે હંમેશા એકબીજાને સન્માન આપે છે.

ખર્ચ
કોઇ પતિ-પત્નીએ પોતાના સંબંધને ત્યારે ખુશખુશહાલ રાખી શકે જ્યારે બંને પૈસાના ઉપયોગની યોગ્ય જાણકારી હોય. બંનેએ પોતાની આવક અને ખર્ચ વચ્ચેનો સંતુલન ખબર હોવી જોઇએ, તો ક્યારેય આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે અને જીવનમાં આનંદ જળવાઇ રહે છે. ત્યાં વ્યક્તિ વધારે બિનજરુરી ખર્ચો કરવામાં પોતે બર્બાદ થઇ જાય છે.

મર્યાદા
મર્યાદામાં રહેનારા લોકો હંમેશા સુખી રહે છે અને મર્યાદાનો ઉલ્ઘંન કરનારા જીવનભર પછતાય છે. વ્યક્તિ પોતાના સંસ્કાર અને મર્યાદાને ક્યારેય ભૂલવુ ન જોઇએ. મર્યાદાને ભુલનારા પતિ-પત્ની વચ્ચે ક્લેશ ઉત્પન્ન થાય છે.

ધૈર્ય
મનુષ્યના જીવનમાં ધૈર્યને અભિન્ન ગુણોમાંથી એક માનવામાં આવે છે. સંકટના સમયમાં પળવારમાં જે પતિ-પત્ની ધૈર્યનો પરિચય આપતા આગળ વધે છે. તેઓએ જીવનમાં વધુ સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. ધૈર્ય ગુમાવી દેનાર લોકો જીવનમાં હતાશા સહિત ઘણી સમસ્યા ઉત્પન્ન થાય છે.

ખોટુ બોલવુ
પતિ-પત્ની વચ્ચેનો સંબંધ સત્ય પર આધારિત છે. જો આ સંબંધ વચ્ચે ખોટુ બોલવામાં આવે અને જ્યારે સાચી વાત ખબર પડે ત્યારે સંબંધમાં કડવાશ ફેલાઇ જાય છે. અને ત્યાં સુધી સંબંધમાં પણ કંઇ રહેતુ નથી.

YC