આ ભાઈએ ફક્ત 4 હજારમાં ઓનલાઇન ખરીદી જૂની ખુરશી, પછી તપાસ કરી તો નીકળી ઐતિહાસિક, ઓક્શનમાં અધધધ લાખમાં વેચાઈ… જુઓ વીડિયો

ફેસબુક માર્કેટ પ્લેસમાંથી આ ભાઈએ મંગાવી એક જૂની કબાડ જેવી ખુરશી અને ચમકી ગઈ કિસ્મત, હરાજીમાં એટલા રૂપિયા મળ્યા કે બની ગયો લાખોપતિ, જુઓ વીડિયો

Chair worth 4 thousand was sold for 70 lakhs : કેટલીકવાર ઘણા લોકો પોતાની પાસે જ રહેલી કેટલીક વસ્તુઓથી અજાણ હોય છે અને તે આવી નકામી લાગતી વસ્તુઓને ફેંકી  દેતા હોય છે કે પછી કબાડી વાળાને સાવ કચરાના ભાવમાં વેચી પણ દેતા હોય છે. પરંતુ એવું કહેવાય છે કે હીરાની પરખ ઝવેરી જ કરી શકે છે. ત્યારે આવી વસ્તુઓ જયારે તેના વિશે જાણકારના હાથમાં આવે છે ત્યારે લાખોમાં વેચાતી પણ હોય છે.

તાજેતરમાં એક વ્યક્તિ સાથે આવું જ કંઈક થયું. વાસ્તવમાં મામલો એવો બન્યો કે એક વ્યક્તિએ 4 હજાર રૂપિયામાં જૂની ખુરશી ખરીદી. બાદમાં વ્યક્તિને ખબર પડી કે આ એક ઐતિહાસિક ખુરશી છે, જેની કિંમત લાખોમાં છે. વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો પણ શેર કર્યો છે. ઈન્ડિયાટાઈમ્સના એક અહેવાલ અનુસાર, અમેરિકાના લોસ એન્જલસમાં રહેતા જસ્ટિન મિલરે પણ બજારમાંથી પોતાના માટે એક ખુરશી ખરીદી હતી.

તેણે ફેસબુક માર્કેટિંગ કોમ્યુનિટી પર ઓનલાઈન ખુરશી જોઈ હતી. આ ખુરશી ચામડાની હતી, જે જસ્ટિનને પસંદ હતી. વિલંબ કર્યા વિના તેણે ખુરશી મંગાવી. ખુરશીનો ઓર્ડર આપ્યા બાદ જસ્ટીને કહ્યું કે તે ખૂબ જ ખરાબ ખુરશી હતી. પરંતુ અલગ-અલગ ડિઝાઈનને કારણે જસ્ટિનને લાગ્યું કે તે એન્ટિક હોવી જોઈએ.

આવી સ્થિતિમાં તેણે ખુરશીની વાસ્તવિક કિંમત જાણવા માટે પ્રખ્યાત ઓક્શન હાઉસ સોથેબીનો સંપર્ક કર્યો. હરાજી ગૃહે પુષ્ટિ કરી છે કે આ ખરેખર એક ઐતિહાસિક ખુરશી છે. આ ખુરશી ડેનિશ ફર્નિચર ડિઝાઇનર દ્વારા બનાવવામાં આવેલી 50 ડિઝાઇનમાંથી એક છે. ચામડાને જોયા બાદ તેની મૂળ કિંમત 22 લાખ રૂપિયા રાખવામાં આવી હતી. આખરે તે 70 લાખની આસપાસ અટકી.

 

View this post on Instagram

 

A post shared by Justin Miller (@miztermiller)

જો કે, જસ્ટિનને આશા હતી કે આ ખુરશી માત્ર 50 લાખ રૂપિયામાં વેચાશે. પરંતુ તેને 70 લાખ રૂપિયામાં વેચવામાં આવી હતી. જસ્ટિનને આ ડીલ ખૂબ સારી લાગી રહી છે. જસ્ટિને કહ્યું- હું નસીબદાર છું કે મને આ ખુરશી મળી. આ ડીલમાં મને લાખોનો ફાયદો થયો છે.

Niraj Patel