પેટ દેખાતુ ટોપ પહેરી ચમચમાતી ગાડીથી એવી રીતે ઉતરી યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી કે ઉપરથી નીચે સુધી એકીટશે જોતા જ રહ્યા લોકો

ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની જોડી આ સમયે ઘણી ચર્ચામાં છે. થોડા દિવસોથી બંને છૂટાછેડાની અફવાને લઇને ઘણા ચર્ચામાં છે. ત્યારે આ વચ્ચે બંને હાલમાં જ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. ધનશ્રીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ચહલ સરનેમ હટાવી દીધા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે કપલ વચ્ચે કંઈક સારું નથી ચાલી રહ્યું. જે બાદ ધનશ્રીએ પોસ્ટ શેર કરી આને અફવા ગણાવી હતી.

ત્યારે હાલમાં જ કપલ મુંબઈ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. ધનશ્રી વર્મા તેના પતિ યુઝવેન્દ્ર ચહલને એરપોર્ટ પર મૂકવા આવી હતી. એશિયા કપ 2022માં યુઝવેન્દ્ર ચહલ ટીમ ઈન્ડિયાનો ભાગ છે. આ ટૂર્નામેન્ટ માટે યુઝવેન્દ્ર ચહલ દુબઈ જવા રવાના થઈ ગયો છે. જેને લઇને ધનશ્રી પતિ ચહલને એરપોર્ટ મૂકવા માટે આવી હતી. આ દરમિયાનની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

પોતાના પતિ સાથે મુંબઈ એરપોર્ટ પર પહોંચેલી ધનશ્રી વર્માએ આ દરમિયાન ખૂબ જ ચટાકેદાર કપડાં પહેર્યા હતા. તેણે કેઝ્યુઅલ લુક થ્રી પીસ સેટ પસંદ કર્યો હતો, જેના કલરિંગ શેડ્સ શાનદાર હતા. ધનશ્રીએ સફેદ બ્રાલેટ ટોપ સાથે બ્લેક ટ્રેક પેન્ટ અને જેકેટ કેરી કર્યુ હતુ. આ સેટ સાથે ધનશ્રીએ કોઈપણ પ્રકારની હીલ્સ કેરી ન કરી પરંતુ તેણે સ્નીકર્સ પહેર્યા હતા. તેણે તેના લાંબા કાળા વાળને સંપૂર્ણપણે ખુલ્લા રાખ્યા હતા, આ લુકમાં તે ઘણી સુંદર લાગી રહી હતી.

ધનશ્રીએ આ દરમિયાન ચહલને પ્રેમથી ગળે લગાવી તેને બાય કહ્યુ હતુ. જણાવી દઇએ કે, એશિયા કપ 2022માં ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે રમશે. યુઝવેન્દ્ર ચહલ આ મેચના પ્લેઈંગ 11માં સામેલ થવાનો મોટો દાવેદાર છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ધનશ્રીએ ઇન્સ્ટાગ્રામ પર યુઝવેન્દ્ર ચહલ સાથે એક ફની રીલ શેર કરી હતી. જેમાં બેકગ્રાઉન્ડમાં ફિલ્મ ‘દીવાના’ના ગીત ‘તેરી ઈસી અદા કો સનમ, મુઝકો તો પ્યાર આયા’ વાગી રહ્યુ હતુ.

વીડિયોમાં ધનશ્રી યુઝવેન્દ્રને કહેતી જોવા મળે છે કે તે એક મહિના માટે તેના પિયર જઈ રહી છે. આ સાંભળતા જ યુઝવેન્દ્રનો ચહેરો ચમકી ઉઠે છે અને તે નાચવા લાગે છે. આ વીડિયોને થોડા કલાકોમાં જ લાખો લોકોએ પસંદ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ પણ થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina