લગ્નમાં સંગીત સંધ્યા વખતે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે પત્ની ધનાશ્રી વર્મા સાથે કર્યો ખુબ જ રોમાન્ટિક ડાન્સ, પત્નીએ શેર કર્યો વીડિયો

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર યુજવેન્દ્ર ચહલ તેના લગ્ન બાદ સોશિયલ મીડિયામાં ખુબ જ છવાયેલો રહે છે. ક્રિકેટના મેદાનમાં ઉપર ફીરકી લેતો ચહલ હવે અંગત જીવનમાં પણ ચર્ચાઓ મેળવતો જોવા મળે છે. ડોક્ટર અને કોરિયોગ્રાફર ધનાશ્રી વર્મા સાથે લગ્ન કર્યા બાદ તો ચહલ લાઇમ લાઇટમાં છવાઈ ગયો છે. ધનાશ્રી સાથેના તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે.

મોટાભાગે આ કપલના ડાન્સ વીડિયોની અંદર ચાહકોનું ધ્યાન ધનાશ્રી ખેંચતી હોય છે, પરંતુ આવ વખતે સાવ ઉલટું જોવા મળ્યું છે. ચહલ અને ધનાશ્રીનો જે ડાન્સ વીડિયો સામે આવ્યો છે તેમાં ચહલ ચાહકોનું ધ્યાન ખેંચતો જોવા મળી રહ્યો છે.

ધનાશ્રીએ પોતાની યુટ્યુબ ચેનલ ઉપર સંગીત સેરેમનીનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેની સાથે ચહલ પણ ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ બંને 90ના દાયકાના ગીત ઉપર ઠુમકા લગાવતા જોવા મળી રહ્યા છે. પહેલા બંને અક્ષય કુમારના ગીત “ચુરા કે દિલ મેરા…” ઉપર ડાન્સ કરે છે. ત્યારબાદ “સાતો જન્મ તુજકો પાતે” અને “તુમસે મિલકે દિલ કા હે જો હાલ ક્યાં કહે”  ગીત ઉપર ઠુમકા લગાવતા જોવા મળે છે.

ચહલ અને ધનાશ્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. ચાહકો પણ તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે. જેમાં ચહલનો અંદાજ ચાહકોને વધુ પસંદ આવી રહ્યો છે અને મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

ચહલ અને ધનાશ્રીના લગ્ન ગયા વર્ષે ડિસેમ્બર 2020માં થયા હતા. તે ખુબ જ ચર્ચિત કપલમાંના એક છે. તે હંમેશા પોતાના ચાહકો સાથે પોતાની તસવીરો અને ડાન્સના વીડિયો સાથે મસ્તી ભર્યા વીડિયોને શેર કરતા રહે છે. જુઓ તેમનો પણ આ ડાન્સ વીડિયો..

Niraj Patel