સલમાન, શાહરુખ, આમિર અને દીપિકા સાથે આ સેલેબ્સને નથી મળ્યું રામ મંદિર, ઘરે બેઠા જ જોવું પડશે લાઈવ પ્રસારણ

બોલીવુડના આ સુપરસ્ટારને નથી મળ્યું આમંત્રણ, સલમાન, શાહરુખ સાથે હેરાન કરી દેનારું છે આ ચોથું નામ

Celebs didn’t get an invitation to Ram Mandir : આજે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આખો દેશ ખુબ જ ઉત્સાહિત છે. અયોધ્યા નગરીને પણ સજાવી દેવામાં આવી છે અને સુરક્ષાની પણ જડબેસલાખ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. સિનેમા જગતની ઘણી હસ્તીઓ અહીં પહોંચી છે અને કેટલાક આ ભવ્ય સમારોહમાં હાજરી આપવા માટે પારંપરિક પોશાક પહેરીને બહાર આવ્યા છે. કેટરિના કૈફ, વિકી કૌશલ, રણવીર કપૂર, આલિયા ભટ્ટ, માધુરી દીક્ષિત સહિત ઘણા સ્ટાર્સ અયોધ્યા માટે રવાના થઈ ગયા છે.

અયોધ્યા પહોંચેલા સેલેબ્સની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે, કેટલાક સેલેબ્સ તો ગઈકાલથી ત્યાં પહોંચી ગયા છે. દરેક વ્યક્તિ, ખાસ કરીને સામાન્ય માણસ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનુંસાક્ષી બનવા માંગે છે. આ ખાસ કાર્યક્રમ માટે 11000 લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આ ફંક્શનમાં આવવા માટે બોલિવૂડના ઘણા સુપરસ્ટાર્સને આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ લિસ્ટમાં સલમાન ખાનથી લઈને રણવીર સિંહ સુધીના નામ છે.

શાહરૂખ ખાન: 

E-Times ના અહેવાલ મુજબ, આ યાદીમાં ઘણા એવા નામ છે, જેમને આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ યાદીમાં પહેલું નામ શાહરૂખ ખાનનું છે. રિપોર્ટ અનુસાર કિંગ ખાનને આમંત્રણ મોકલવામાં આવ્યું નથી. આ આમંત્રણ ન મોકલવા પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

સલમાન ખાન :

સલમાન ખાન પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો ભાગ બની શકશે નહીં. તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું નથી. તેની પાછળનું કારણ પણ હજુ સામે નથી આવ્યું,

આમિર ખાન :

શાહરુખ અને સલમાન સિવાય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે આમિર ખાનને પણ આમંત્રણ આપવામાં નથી આવ્યું, એ રીતે બોલીવુડના ત્રણેય ખાનને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં નથી બોલાવ્યા.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ :

જયારે બોલીવુડના ઘણા બધા કલાકારો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લઇ રહ્યા છે ત્યારે બીજી તરફ બોલિવૂડના મોસ્ટ રોમેન્ટિક કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને પણ આમંત્રણ આપવામાં આવ્યું નથી.

સૈફ અને કેટરીના :

બોલીવુડના ખુબ જ ખ્યાતનામ કપલ સૈફ અલી ખાન અને તેની પત્ની કરીના કપૂરને પણ રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ આપવામાં નથી આવ્યું.

Niraj Patel