બ્લેક ગાઉન અને રાની હારમાં કિયારા લાગી એકદમ પરી જેવી, બ્લેક સૂટમાં છવાયો સિદ્ધાર્થ, રિસેપ્શનમાં જામ્યો બોલિવુડ સ્ટાર્સનો મેળાવડો- જુઓ તસવીરો

મુંબઇની 5 સ્ટાર હોટલમાં કિયારા-સિદ્ધાર્થનું ગ્રેટ-ગ્રેંડ રિસેપ્શન, કિયારા લાગી એકદમ પરી જેવી, જુઓ ફોટા

બોલિવુડ લવ બર્ડ્સ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 7 ફેબ્રુઆરીએ રાજસ્થાનના સૂર્યગઢ પેલેસમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. આ કપલે પરિવાર અને ખૂબ જ નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ કપલ દિલ્હી સ્થિત ઘરે ગયા હતા અને ત્યાં કપલ માટે પરિવારે એક નાનકડી પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં પણ એકદમ નજીકના લોકો જ હાજર રહ્યા હતા.

ઘણા દિવસોથી અહેવાલ હતા કે સિદ્ધાર્થ અને કિયારા 12 ફેબ્રુઆરીએ બોલિવુડ ઇન્ડસ્ટ્રીના મિત્રો માટે મુંબઈમાં ભવ્ય રિસેપ્શન પાર્ટી આપવાના છે અને આ અહેવાલ સાચો પણ પડ્યો. ગઇકાલના રોજ સિદ-કિયારાએ બોલિવુડ સેલેબ્સ માટે રિસેપ્શન પાર્ટી રાખી હતી, જેમાં મોટાભાગના સેલેબ્સ પહોંચ્યા હતા.

આ પાર્ટીમાં બોલિવૂડની તમામ હસ્તીઓએ ધૂમ મચાવી હતી. આલિયા ભટ્ટ અને નીતુ કપૂર તેમજ અનુપમ ખેર સિદ-કિયારાના રિસેપ્શનમાં સામેલ થયા હતા. સિદ-કિયારાના રિસેપ્શનમાં અડવાણી અને મલ્હોત્રા પરિવાર પણ આવ્યો હતો અને તસવીરો માટે બધાએ એકસાથે પોઝ પણ આપ્યા હતા. સિદ-કિયારાના રિસેપ્શનમાં અજય દેવગન અને કાજોલે પણ હાજરી આપી હતી.

આલિયા ભટ્ટ પહેલા એકલી આવી અને પોઝ આપ્યા. જે બાદ તેણે સાસુ નીતુ કપૂર સાથે પણ પોઝ આપ્યા હતા. આ પાર્ટીમાં બ્રહ્માસ્ત્ર ડિરેક્ટર અયાન મુખર્જી પણ સામેલ થયો હતો. તેમજ વિદ્યા બાલન પણ તેના પતિ સાથે સિદ-કિયારાના રિસેપ્શનમાં પહોંચી હતી. કરીના કપૂર અને કરણ જોહર સાથે આવ્યા હતા. તેની સાથે અન્ય ઘણા મહેમાનો પણ દેખાયા હતા. સિદ અને કિયારાનું બીજું રિસેપ્શન લોઅર પરેલની હોટેલ સેન્ટ રેજીસમાં થયું હતું.

રિસેપ્શનમાં રોહિત શેટ્ટી, નિકિતિન ધીર અને કૃતિકા સેંગર, સહિત મનીષ મલ્હોત્રા, અનુષ્કા રંજન, આકાંક્ષા રંજન તેમજ આદિત્ય સીલ પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત નેહા ધૂપિયા પણ પતિ અંગદ બેદી સાથે પાર્ટીમાં પહોંચી હતી અને આયુષ્માન ખુરાના પણ પતિ સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો. આ પાર્ટીમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અંબાણી હતા. આકાશ અંબાણી અને શ્લોકા મહેતા પમ સિદ-કિયારાના વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા હતા.

કિયારા અને સિદ્ધાર્થના મુંબઈ રિસેપ્શન લૂક પણ ખૂબ જ ખાસ હતો. કિયારા બ્લેક બોડીકોન ડ્રેસ અને રાની હારમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી, ત્યાં સિદ્ધાર્થ પણ બ્લેક સૂટમાં ડેશિંગ જોવા મળ્યો હતો. કિયારા અડવાણીની માતા પણ તેની સાથે જોવા મળી હતી. કિયારાની માતા એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. કિયારા અડવાણીની બહેન ઈશિતા અડવાણી પણ આ પાર્ટીમાં પહોંચી છે.

આ ખાસ અવસર પર ઈશાતા ખૂબ જ સુંદર લુકમાં જોવા મળી હતી. ઈશિતા અડવાણીએ લાલ સાડી કેરી કરી હતી. આ પ્રસંગે અભિષેક બચ્ચન પણ કૂલ લુકમાં જોવા મળ્યો હતો. કિયારા અને સિદ્ધાર્થ મીડિયાની સામે આવ્યા હતા અને આ દરમિયાન બંનેએ કેમેરા સામે ખૂબ જ પોઝ આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina