દિગ્ગજ કલાકાર તબ્બસુમ ગોવિલના નિધનથી બોલિવુડમાં શોકની લહેર, અનેક સેલેબ્સ પહોંચ્યા શ્રદ્ધાંજલિ આપવા

ફરાહ ખાન, સુનિધિ ચૌહાણ સહિત અનેક મોટા મોટા સિતારાઓ અંતિમ દર્શન કરવા આવ્યા, જુઓ તસવીરો

બોલિવુડથી વધુ એક દુખદ ખબર સામે આવી અને આ સાથે ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર પણ દોડી ગઇ. ફિલ્મ જગતની દિગ્ગજ કલાકાર તબ્બસુમ ગોવિલ હવે આપણી વચ્ચે નથી રહી. હિટ શો ‘ફૂલ ખિલે હે ગુલશન ગુલશન’ ફેમ તબ્બસુમે આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધુ છે. રીપોર્ટ્સ અનુસાર, 78 વર્ષિય તબ્બસુમનું નિધન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયુ છે. અવું કહેવામાં આવે છે કે તેમનું નિધન શુક્રવારે જ થઇ ગયુ હતુ.

જણાવી દઇએ કે, તબ્બસુમ ફેમસ ટીવી સિરીયલ રામાયણમાં રામની ભૂમિકા નિભાવનાર અરુણ ગોવિલની ભાભી અને વિજય ગોવિલની પત્ની હતા. તબ્બસુમ એક શાનદાર ટોક શો હોસ્ટ અને યૂટયૂબર રહી છે, જેમણે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરી હતી અને ત્યારે લોકો તેમને બેબી તબ્બસુમ કહેતા હતા. દિગ્ગજ અભિનેત્રી તબ્બસુમની પ્રાર્થના સભા સોમવારે આર્ય સભા ભવન, લિંકિંગ રોડ, સાંતાક્રુઝ, મુંબઈ ખાતે યોજાઈ હતી.

અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપવા સિનેમા, ટીવી અને સંગીત જગતની અનેક હસ્તીઓ પહોંચી હતી. આ પ્રસંગે તેમના પરિવારના સભ્યો અને સંબંધીઓ પણ હાજર રહ્યા હતા. 18 નવેમ્બરના રોજ દિગ્ગજ અભિનેત્રી તબ્બસુમનું મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું હતું, જ્યાં તેમને થોડા દિવસો પહેલા કાર્ડિયાક અરેસ્ટ થયા બાદ દાખલ કરવામાં આવી હતી. ‘યસ બોસ’ અને ‘કલ હો ના હો’

જેવી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવનાર અભિનેત્રી ડેલનાઝ ઈરાનીએ આર્ય સમાજ ભવન પહોંચીને તબ્બસુમને શ્રદ્ધાંજલિ આપી હતી. પીઢ સંગીતકાર કલ્યાણજી-આનંદજીની જોડી ફેમ આનંદજી વીરજી શાહ પીઢ અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપવા આર્ય સમાજ ભવન પહોંચ્યા હતા. 70, 80 અને 90 ના દાયકામાં ઘણી ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર માસ્ટર રાજુએ તબ્બસુમની પ્રાર્થના સભામાં હાજરી આપી હતી.

રજા મુરાદ જેઓ તેમની ખલનાયક ભૂમિકાઓ માટે લોકપ્રિય બન્યા હતા, તેમણે આર્ય સમાજ ભવન પહોંચીને તબ્બસુમને શ્રદ્ધાંજલિ આપી હતી. જાણીતા હાસ્ય કલાકાર અને અભિનેતા જોની લીવર પણ પ્રાર્થના સભામાં પહોંચ્યો હતો. અભિનેતા નીલ નીતિન મુકેશ પિતા અને પીઢ ગાયક નીતિન મુકેશ સાથે તેમજ ‘રુકી રુકી સી ઝિંદગી’ જેવા ગીતોને અવાજ આપનાર ગાયિકા સુનિધિ ચૌહાણે પણ પ્રાર્થના સભામાં હાજરી આપી હતી.

તબ્બસુમને શ્રદ્ધાંજલિ આપવા માટે ફિલ્મ નિર્દેશક અને કોરિયોગ્રાફર ફરાહ ખાન પણ આવી હતી અને તેણે તબ્બસુમના પુત્ર અને પરિવારના અન્ય સભ્યોને સાંત્વના આપી હતી. આ ઉપરાંત બોલિવૂડ એક્ટર અને કોમેડિયન જાવેદ જાફરીએ આર્ય સમાજ ભવન પહોંચીને તબસ્સુમને શ્રદ્ધાંજલિ આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina