BREAKING: 500 થી વધુ લોકો ટપોટપ નદીમાં પડ્યા, સીસીટીવી વીડિયો આવી ગયો સામે જુઓ

ગુજરાતના મોરબીમાં થયેલ બ્રિજ અકસ્માતના CCTV ફુટેજ સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે લોકો બ્રિજ પર સેલ્ફી લેતા અને મોજ મસ્તી કરી રહ્યા છે ત્યારે જ કેટલીક જ સેકન્ડમાં બ્રીજ પડી જાય છે અને કેટલીક જ પળમાં લોકો નદીમાં સમાઇ જાય છે. 30 સેકન્ડના આ વીડિયોમાં જોઇ શકાય છે કે પુલ પર ઘણી ભીડ છે. મોરબીમાં રવિવારના રોજ 6.30 વાગ્યે મચ્છુ નદી પર બનેલ કેબલ બ્રિજ અચાનક તૂટી નદીમાં પડી ગયો. અકસ્માત સમયે બ્રિજ પર 400-500 લોકો હાજર હતા.

કેટલાક લોકોએ પુલના બાકીના ભાગ અને દોરડા પર લટકીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને તરતા આવડતુ હતુ તેઓ તરીને નદીમાંથી બહાર આવી રહ્યા હતા. સેંકડો લોકો નદીમાં ડૂબી ગયા. ગુજરાતના મોરબીમાં બ્રિજ અકસ્માતમાં અત્યાર સુધીમાં 134 જેટલા લોકોના મોત થયા હોવાની પુષ્ટિ હતી. જો કે, અત્યારે હાલ મૃત્યુઆંક 190એ પહોંચ્યો છે, જ્યારે ઘણાં લોકો ગુમ છે. છેલ્લા 15 કલાકથી બચાવ કામગીરી ચાલી રહી છે.

આર્મી, નેવી, એરફોર્સ એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, એસડીઆરએફની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. અત્યાર સુધીમાં 177 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બ્રિજનું સંચાલન કરતી કંપની સામે દોષિત હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. કંપની વિરુદ્ધ કલમ 304, 308 અને 114 હેઠળ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. સીસીટીવીમાં જોવાઇ રહ્યુ છે કે રવિવારે સાંજે 6.32 વાગે પૂલ તૂટ્યો અને 500થી વધુ લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા.

જણાવી દઇએ કે, કેબલ બ્રિજ 100 વર્ષથી વધુ જૂનો હોવાનું કહેવાય છે. તે બ્રિટિશ શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો. રાજા-મહારાજાઓના સમયનો આ પુલ ઋષિકેશના રામ-ઝુલા અને લક્ષ્મણ ઝુલા પુલની જેમ ઝૂલતો જોવા મળ્યો હતો, તેથી તેને ઝુલતો પુલ પણ કહેવાય છે. આ બ્રિજ 7 મહિનાથી બંધ હતો.જેને હમણાં જ ખુલ્લો મૂકાયો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina