11 લાખની Volkswagen Polo નો રિપેરિંગ ખર્ચ આવ્યો અધધધધધધધ લાખ ! બિલ જોઇ માલીકના હોંશ ઉડી ગયા

ગાડી પાણીમાં ડૂબી તો કંપનીએ માંગ્યા અધધધધધધધધધ લાખ, છેલ્લે આટલામાં પત્યું….

એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર તેની સાથે બનેલી વિચિત્ર ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. જે જાણીને સૌને આશ્ચર્ય થયું. તે વ્યક્તિએ જણાવ્યું કે તેને કાર રિપેરિંગનું 22 લાખ રૂપિયાનું બિલ મળ્યું છે. જ્યારે કારની મૂળ કિંમત માત્ર 11 લાખ રૂપિયા હતી. જો કે, બાદમાં કંપનીએ મામલાની નોંધ લીધી અને વ્યક્તિને રાહત આપી. બેંગ્લોરના રહેવાસી અનિરુદ્ધ ગણેશ નામના વ્યક્તિએ LinkedIn પર પોસ્ટ કર્યું કે તેણે પોતાની Volkswagen કારને રિપેરિંગ માટે રિપેર સેન્ટરમાં મોકલી છે.

આ કારની કિંમત 11 લાખ રૂપિયા હતી, પરંતુ કાર રિપેરિંગ સેન્ટરે તેને 22 લાખનું બિલ આપ્યું હતું. જે બાદ તે સમજી શક્યો ન હતો કે રિપેરિંગ બિલ ચૂકવવું કે રિપેરિંગ સેન્ટરમાં જ તેની કાર છોડી દેવી. LinkedIn પ્રોફાઇલ અનુસાર, અનિરુદ્ધ એમેઝોનમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરે છે. તાજેતરમાં બેંગ્લોરમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. જેમાં અનિરુદ્ધ ગણેશની Volkswagen Polo હેચબેક કારને નુકસાન થયું હતું. આવી સ્થિતિમાં તેણે પોતાની કાર વ્હાઇટફિલ્ડ વિસ્તારમાં સ્થિત Volkswagen રિપેરિંગ સેન્ટરમાં રિપેરિંગ માટે મોકલી હતી.

20 દિવસ પછી કાર રિપેર કર્યા બાદ રિપેરિંગ સેન્ટરે તેને 22 લાખ રૂપિયાનું બિલ આપ્યું હતું. આ જોઈને અનિરુદ્ધના તો હોંશ ઉડી ગયા હતા. કારણ કે તેની કારની કિંમત લગભગ 11 લાખ રૂપિયા હતી. અનિરુદ્ધે મેનેજમેન્ટને આ સમગ્ર વિકાસ વિશે ઈ-મેલ દ્વારા જાણ કરી. કંપનીએ તેમની સમસ્યાને ધ્યાનમાં લીધી અને 5000 રૂપિયામાં સેટલમેન્ટ કર્યું હતુ. હવે અનિરુદ્ધની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Shah Jina