આણંદ : MLAના જમાઇએ 6 લોકોને કચડી નાખ્યા, કારમાંથી બહાર નીકળ્યો ત્યારે ખાઇ રહ્યો હતો લથડિયા તેવો આક્ષેપ છે

આણંદના સોજિત્રા પાસે ભયંકર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર, બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા. જેમાં એક પરિવારના ત્રણ સભ્યો રક્ષાબંધનનો તહેવાર ઉજવી પરત ફરી રહ્યા હતા તેઓએ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો અને બીજા પરિવારના બે અને એક અન્ય વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટનામાં જે કારચાલકે અકસ્માત સર્જ્યો એ કોંગી ધારાસભ્ય પૂનમ પરમારનો જમાઈ કેતન પઢિયાર હોવાનું સામે આવ્યું. કેતન દારૂના ચિક્કાર નશામાં હોવાનો આક્ષેપ મૃતકનાં પરિવારજનો આક્ષેપ છે. સોજીત્રાના વિપુલભાઈ મિસ્ત્રીનાં પરિવારજનો રક્ષાબંધનને લઇને તારાપુર પાસે ટીંબા ગામે ગયા હતા. ત્યારે તેઓ ત્યાંથી પરત ફરી રહ્યા હતા અને આ દરમિયાન તેઓ રિક્ષામાં હતા.

તારાપુર-આણંદ ધોરી માર્ગ પરથી જયારે તેઓ પસાર થતા હતા એ સમયે જ ડાલી ગામ પાસે અચાનક કાર, રિક્ષા અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ઘણો ભયંકર હતો. રિક્ષાચાલક સહિત બે લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં અને અન્ય ચારનાં સારવાર દરમિયાન મોત નિપજયા હતાં. કારચાલક ઘવાયેલી હાલતમાં મૃતકોની મદદ કરતો હતો, પરંતું તે ચિક્કાર દારૂના નશામાં હોવાને કારણે લથડિયા ખાતો હતો.

મૃતકોના સંબંધીઓએ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો આક્ષેપ પણ કર્યો છે.આ કારની પોલિસે તપાસ કરી તો MLA ગુજરાત લખેલું બોર્ડ મળી આવ્યુ. જે બાદ કારચાલકની પૂછપરછ કરતાં તે સોજીત્રાના કોંગી ધારાસભ્ય પૂનમ પરમારનો જમાઇ હોવાનું અને વ્યવસાયે વકીલ હોવાનું સામે આવ્યુ. એક મૃતકના પિતાએ જણાવ્યું કે ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ લોકો દારૂ પીને ડ્રાઇવિંગ કરે છે. તોઓએ કહ્યુ- મેં મારા બે જુવાન દીકરા ગુમાવ્યા, તેના માટે જવાબદાર કોણ? રાજ્યમાં દારૂબંધી છે તો પણ કયાંથી દારૂ આવે છે ?

ત્યારે તેમણે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.ઘટનામાં ભોગ બનનાર ચાર સોજીત્રા ગામના તથા અન્ય બે બોરીયાવી ગામના રહેવાસી છે. જે અકસ્માત સર્જનાર કાર ચાલક છે તે કોંગ્રેસના સોજિત્રાના ધારાસભ્ય પૂનમ પરમારના કૌટુંબિક જમાઇ હોવાનું સામે આવ્યુ છે. રક્ષાબંધનના દિવસે જ આ અકસ્માત સર્જાતા મૃતકના પરિવારમાં ભારે ગમગીની ફેલાઇ ગઇ હતી. અકસ્માતમાં યાસીનભાઈ મોહમદભાઈ વોહરા, જાનવી વિપુલભાઈ મિસ્ત્રી, વીણાબેન વિપુલભાઈ મિસ્ત્રી, જીયાબેન વિપુલભાઈ મિસ્ત્રી, બોરીયાવીના યોગેશભાઈ રાજુભાઇ, તેમજ અન્ય એક વ્યક્તિ મળી કુલ 6 વ્યક્તિના મોત થયા છે.

રક્ષાબંધનના દિવસે જ આ ગોઝારી ઘટના સર્જાઇ હતી. મૃતકમાંથી 3 તો એક જ પરિવારના હોવાને કારણે પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો હતો.MLA પૂનમચંદ પરમારના જમાઇ કેતન પઢિયાર કાર ચલાવી રહ્યા હતા અને તપાસમાં કારમાંથી MLA ગુજરાત લખેલું બોર્ડ પણ મળ્યું હતું. કેતન પઢિયારને ઇજા પહોંચવાને કારણે તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. હાલ તો પોલીસે કેતન પઢિયાર સામે માનવવધ કલમ 304 હેઠળ ગુનો નોંધ્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે..

પ્રાપ્ત માહિતી અનુસાર, રક્ષાબંધનનો તહેવાર મનાવીને પરિવારના સભ્યો પરત ફરી રહ્યા હતા ત્યારે જ આણંદના સોજીત્રા પાસે આ અકસ્માત સર્જાયો હતો.જો કે, આ અંગે પૂનમ પરમારે કહ્યું કે, મારા જમાઇ શ્રાવણમાં દારૂ પીતા નથી.તેમણે એવું પણ કહ્યુ કે તેઓ પોલીસની કાર્યવાહીમાં સહયોગ આપશે. અકસ્માત થયાની જાણ થતા જ આસપાસના લોકોએ પોલીસને જાણ કરી જે બાદ પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી. આ મામલે એવી માહિતી સામે આવી છે કે, મૃતકોમાં મામાના ઘરે રાખડી બાંધવા ગયેલી બે બહેનો અને તેમની માતાનો પણ સમાવેશ થાય છે.

Shah Jina