ટુ વ્હીલર ચલાવવા જેટલા સાંકડા પુલ પર આ વ્યક્તિએ ચઢાવી દીધી કાર, વીડિયો જોતા તમારા શ્વાસ પણ થઇ જશે અધ્ધર

નાના એવા ઝૂલતા પુલ પર કાર લઈને ઘૂસ્યો યુવક, જુઓ પછી શું થયું

ગુજરાતના મોરબી પુલ દુર્ઘટનાની ખબરે પૂરા દેશને હલાવીને રાખી દીધો છે. લાપરવાહીને કારણે 140 જેટલા લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ પણ થયા છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જમાં એક યુવક ટુ વ્હીલર ચલાવવા જેટલા નાના બ્રિજ પર કાર લઇને નીકળી રહ્યો છે. જેને લઇને સ્થાનિક લોકોએ અધિકારીઓને સૂચના આપી હતી અને સાથે જ કાર ડ્રાઇવરને કાર પાછી લઇ લેવાની ચેતવણી પણ આપી હતી.

એવું કહેવામાં આવી રહ્યુ છે કાર ચલાવવાવાળાને એ જાણકારી ન હતી કે અહીં માત્ર ટુ વ્હીલર જ ચલાવી શકાય છે. તેણે બાઇકને પુલ પરથી નીકળતા જોયુ તો વિચાર્યુ કે કાર પણ નીકળી જશે. પરંતુ પુલ સાંકડો હોવાને કારણે કાર આગળ જઇને ફસાઇ ગઇ. એવું પણ કહેવામાં આવી રહ્યુ છે કે કારનો ડ્રાઇવર સ્થાનીક નથી. આ રીતની ઘટનાને કારણે મોટો અકસ્માત થઇ શકતો હતો.

મોરબીમાં પુલ ધરાશાયી થયાના કેટલાક જ દિવસ બાદ આ ઘટના કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લામાંથી સામે આવી. જો કે, ભયંકર અકસ્માત ટળી ગયો હતો. ઉત્તર કન્નડ જિલ્લાના યેલ્લાપુરા શહેરમાં એક વ્યક્તિ નદી પરના નાના સસ્પેંશન પુલ પર તેની કાર લઈ ગયો. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક કાર પુલ પર ફસાઈ ગઈ છે. વ્યક્તિ પુલ પર તેની કાર ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.

જ્યારે સ્થાનિક લોકોએ જોયું તો તેમણે કારને બહાર કાઢવામાં મદદ કરી. આ પુલ માત્ર ટુ વ્હીલર અને રાહદારીઓ માટે છે. પરંતુ, તેણે તેનો ઉપયોગ કાર ચલાવવા માટે કર્યો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક અધિકારીઓને જાણ કરી અને કાર ચાલકને ચેતવણી આપી. કાર ચાલકે દાવો કર્યો હતો કે તે અજાણ હતો કે પુલ ફોર-વ્હીલર્સ માટે અયોગ્ય છે.

Shah Jina