“હું રાજસ્થાનમાં છું, પકડી શકો તો પકડી લેજો !!” MBA પાસ હાઈટેક ચોરે પોલીસને આપી હતી ખુલ્લી ચુનોતી, પછી થયું એવું કે…

છેલ્લા બે વર્ષ આખી દુનિયા માટે ખુબ જ ખરાબ રહ્યા, આ સમયે કોરોનાએ લોકોની આર્થિક રીતે કમર તોડી નાખી. ઘણા લોકોને નોકરીમાંથી છુટા કરી દેવામાં આવ્યા તો ઘણા લોકોના ધંધા પણ પડી ભાગ્યા હતા. ત્યારે આવા સમયે ઘણા લોકોએ કમાણી માટે કોઈ નવો આઈડિયા પણ વિચાર્યો તો ઘણા લોકો પૈસા કમાવવા માટે શોર્ટ કટ પણ શોધવા લાગ્યા, ત્યારે હાલ એવા જ એક ચોરની કહાની સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

રાજસ્થાનના એક 41 વર્ષીય આંતર-રાજ્ય કાર ચોરની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ચોરનું નામ સત્યેન્દ્ર શેખાવત છે. તે લક્ઝરી વાહનોને આંખના પલકારામાં ગાયબ કરી દેતો હતો. શેખાવતે છેલ્લા ચાર વર્ષમાં એકલા બેંગલુરુમાંથી 14 લક્ઝરી વાહનોની ચોરી કરી હતી. બેંગલુરુ પોલીસની કસ્ટડીમાં રહેલા શેખાવત પાસેથી ટોયોટા ફોર્ચ્યુનર અને એક ઓડી કાર મળી આવી હતી. પોલીસના હાથે ઝડપાયેલા જયપુરના એક હાઇટેક ચોરે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

તે દેશના મોટા શહેરોમાં હાઈપ્રોફાઈલ લોકોની સુપર લક્ઝરી કારોને થોડીવાર માટે ઉડાવી દેતો હતો. નોંધનીય છે કે કાર ચોરી કરનાર સત્યેન્દ્ર શેખાવત MBA પાસ છે. શેખાવત પર બેંગ્લોર, હૈદરાબાદ, અમદાવાદ, આગ્રા સહિત દેશના અન્ય ઘણા શહેરોમાંથી અનેક લક્ઝરી વાહનોની ચોરી કરવાનો આરોપ છે. આ પહેલા પણ તે ઘણી વખત જેલ જઈ ચુક્યો છે.

TOI અનુસાર, આરોપી સત્યેન્દ્ર સિંહ શેખાવત સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) ની ડુપ્લિકેટ ચાવી બનાવવા માટે આયાતી ગેજેટ્સનો ઉપયોગ કરવા માટે કુખ્યાત હતો. શેખાવતનું નામ 2003માં પોલીસ રેકોર્ડમાં જોવા મળ્યું હતું. તેણે કર્ણાટક, દિલ્હી, મહારાષ્ટ્ર, હૈદરાબાદ, ગુજરાત, તમિલનાડુ, દમણ અને દીવ અને તેલંગાણામાંથી 40થી વધુ વાહનોની ચોરી કરી છે.

ઘણી વખત ધરપકડ કરાયેલ શેખાવત આ જગ્યાઓની જેલોમાં જાણીતો ચહેરો બની ગયો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જામીન પર છૂટ્યા બાદ તે ટૂંક સમયમાં વાહન ચોરીના ધંધામાં સામેલ થઈ ગયો. જયપુરના રહેવાસી શેખાવત પાસે MBA (ફાઇનાન્સ)ની ડિગ્રી છે અને તેનો એક પુત્ર છે જે કોમર્સનો વિદ્યાર્થી છે. ઑગસ્ટ 2021માં તેલંગાણા પોલીસે શેખાવતની પત્નીની ચોરીના વાહનો વેચવાના આરોપસર ધરપકડ કરી હતી અને તેને રાજસ્થાનની સ્થાનિક કોર્ટમાં રજૂ કરી હતી, અને તેને તપાસ માટે તેમના રાજ્યમાં લઈ જવા માટે બોડી વોરંટની માંગણી કરવામાં આવી હતી.

પોલીસે તેને મુક્ત કરવાની ફરજ પાડતા કોર્ટે અરજી ફગાવી દીધી હતી. તે પછી શેખાવતે તેના વકીલ મારફત તેલંગાણા પોલીસ વિરુદ્ધ વ્યક્તિગત ફરિયાદ નોંધાવી, પુરાવા વિના તેની પત્નીની ધરપકડ કરી અને નકલી નામથી સિમ કાર્ડનો ઉપયોગ કર્યો. તેણે તેલંગાણા પોલીસને એક વોટ્સએપ મેસેજ મોકલ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે હું રાજસ્થાનમાં છું અને જો તમે તેને પકડી શકો તો પકડો. આ પછી પોલીસે ફોન ટ્રેસ કરીને તેને પકડી લીધો.

જેના બાદ બેંગ્લોર પોલીસે તેની ધરપકડ કરી હતી. ઓક્ટોબર 2021ના ઓડી ચોરીના કેસની તપાસ કરી રહેલી અમૃતહલ્લી પોલીસને CCTV પુરાવા મળ્યા જેમાં શેખાવતની સંડોવણી બહાર આવી હતી. આ પ્રથમ વખત હતું જ્યારે બેંગ્લોર પોલીસ તેની ધરપકડ કરવામાં સફળ રહી હતી. તે વાહનોના તાળા તોડવા માટે હાઇટેક ઉપકરણોનો ઉપયોગ કરતો હતો. લાયસન્સ પ્લેટ બદલીને નકલી દસ્તાવેજો બનાવીને તે વિવિધ રાજ્યોમાં લક્ઝરી વાહનો વેચતો હતો.

Niraj Patel