બ્રિટેનના લિવરપુલમાં ફુટબોલ વિક્ટ્રી પરેડમાં ઘુસી બેકાબૂ કાર, અનેક લોકોને કચડ્યા…47 ઘાયલ, જુઓ

બ્રિટેનના લિવરપુલમાં ફુટબોલ વિક્ટ્રી પરેડમાં એક કારે ભીડને કચડી, 50 જેટલા લોકો ઘાયલ- સંદિગ્ધ ડ્રાઇવરની ધરપકડ

સોમવારે બ્રિટનના લિવરપૂલ શહેરના કેન્દ્રમાં એક અનિયંત્રિત કારે ભારે તબાહી મચાવી દીધી હતી. પ્રીમિયર લીગ ટ્રોફી જીતની ઉજવણી કરી રહેલા ચાહકોને કારે કચડી નાખ્યા. આ કાર અચાનક હજારો લોકોના ટોળામાં ઘૂસી ગઈ અને ડઝનબંધ લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં 47 લોકો ઘાયલ થયા હતા જેમાંથી 27 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યારે 20 લોકોને સ્થળ પર જ સારવાર આપવામાં આવી, જેમાં 4 બાળકોનો સમાવેશ થાય છે.

આ ઘટના બાદ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલ વ્યક્તિ 53 વર્ષનો બ્રિટિશ નાગરિક છે, જે લિવરપૂલ વિસ્તારનો રહેવાસી છે. ઘાયલોમાં એક બાળક અને એક પુરુષની હાલત ગંભીર છે. પોલીસે જણાવ્યું હતું કે તેઓ ઘટના પાછળના કારણો શોધવા માટે વિગતવાર તપાસ કરી રહ્યા છે.

મર્સીસાઇડ પોલીસે જણાવ્યું હતું કે ટીમના ઓપન-ટોપ કોચમાં ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફને લઈને શહેરના કેન્દ્રમાંથી વિક્ટ્રી પરેડ નીકળી રહી હતી ત્યારે કારે ઘણા રાહદારીઓને ટક્કર મારી હતી. સોશિયલ મીડિયા પર એક અનધિકૃત વીડિયો વાયરલ થયો છે જેમાં ફૂટબોલ ચાહકોની ઉજવણી કરી રહેલા વિશાળ ટોળા તરફ એક કાર ઝડપથી આવતી જોવા મળી રહી છે, અને થોડીવારમાં જ ઘણા લોકો તેની ચપેટમાં આવી જાય છે.

અહેવાલો અનુસાર, આ પરેડમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. કોઈપણ અકસ્માત અંગે પોલીસ પહેલાથી જ સતર્ક હતી. આ ઉપરાંત, ચાહકોને ફટાકડા અને ડ્રોનથી દૂર રહેવા ચેતવણી આપવામાં આવી હતી. બ્રિટિશ વડા પ્રધાને આ ઘટનાને ભયાનક ગણાવી અને કહ્યું કે તેઓ આ ઘટના અંગે સતત માહિતી લઈ રહ્યા છે.

તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, “લિવરપૂલમાં જે દ્રશ્યો સામે આવ્યા છે તે ભયાનક છે. મારી સંવેદનાઓ ઘાયલ અને અસરગ્રસ્ત તમામ લોકો સાથે છે. આ ગંભીર ઘટના પર ઝડપી અને સતત પ્રતિભાવ આપવા બદલ હું પોલીસ અને કટોકટી સેવાઓનો આભાર માનું છું.”

Shah Jina
error: Unable To Copy Protected Content!