30 મિનિટના જ વરસાદે ખોલી નાખી AMCની પોલ પટ્ટી, આખી કાર ભુવામાં થઇ ગઇ ગરકાવ- બોલો હવે શું કરવાનું

પ્રિ- મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા: આંખે આખી કાર ભુવામાં ગરકાવ, જુઓ સીસીટીવી Video

ગઇકાલના રોજ અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. લગભગ અમદાવાદના દરેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો અને આને કારણે કેટલાક વિસ્તારમાં તો સામાન્ય વરસાદમાં પાણી પણ ભરાઈ ગયા. આ ઉપરાંત 30 મિનિટના વરસાદમાં વિવિધ વિસ્તારોમાં ઝાડ પડવાની અને ભુવા પડવાની ઘટનાઓ પણ સામે આવી.

ત્યારે હવે ચોમાસા પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા જે પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી હતી તેની આ એક જ ધોધમાર વરસાદે પોલ ખોલી નાખી. અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં ભુવો પડ્યો જેને કારણે આખે આખી કાર ગરકાવ થઇ ગઇ. ફાયરની ટીમ દ્વારા ભુવામાંથી કાર બહાર કાઢવામાં આવી. સામાન્ય વરસાદમાં મસમોટો ભુવો પડી જતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો,

 

હવે ચોમાસામાં તંત્ર યોગ્ય કામગીરી કરે તેવી માગ પણ ઉઠી હતી. જો કે રાહતની વાત એ હતી કે ભુવો પડવાની ઘટનામાં કોઈ જાનહાની નથી નહોતી. જ્યાં આ ભુવો પડ્યો ત્યાં અગાઉ એક વર્ષ પહેલાં પણ પડી ચૂક્યો છે અને પહેલા ભુવામાં એકટીવા ચાલક એક્ટિવા સાથે ગરકાવ થયો હતો અને ફાયર બ્રિગેડની મદદથી એકટીવા ચાલકને બચાવી લેવાયો હતો. જ્યારે એકટીવા હજુ પણ લાપતા છે.

ત્યારે ગઇકાલના રોજ જે ઘટના બની તેમાં કારને બહાર કાઢી લેવામાં આવી અને ભુવો પડવા અને કાર ગરકાવ થવાની તસવીરો પણ સામે આવી. ભુવો પડવો અને પાણી ભરાવા સિવાય પણ ઘણા વિસ્તારોમાંથી વૃક્ષ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી હતી. મીડિયા અહેવાલ અનુસાર, ફાયર વિભાગને વૃક્ષ ધરાશાયી થવાના 45 કોલ મળ્યા હતા. અમદાવાદના સરસપુરમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયુ હોવાના પણ અહેવાલ છે.

Shah Jina