કાર ઉભી રાખીને પેશાબ કરવા ઉતર્યો ડ્રાઈવર, એક ભૂલ કરી અને ચાર લોકોના તડપી તડપીને દર્દનાક મોત થયું હતું

જો જો આવી ભૂલ કોઈ દિવસ ન કરતા…15 મિનિટ સુધી મોબાઈલ પર પતિને બચવા આજીજી કરી તો પણ…જાણો વિગત

ઘણા અકસ્માત એવા હોય છે જેના વિશે સાંભળતા જ કમકમાટી આવી જાય. થોડા સમય પહેલા જ એક ફેબ્રુઆરીમાં એવો અકસ્માત રાજસ્થાનના હનુમાનગઢમાં થયો જ્યાં ડ્રાઈવરની એક ભૂલના કારણે ગાડીમાં બેઠેલા 4 લોકોનો કરુણ મોત નિપજ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લાના લખુવાલી વિસ્તારની અંદર એક કાર નહેરમાં ખાબકી પડી હતી. જેની અંદર સવાર 4 લોકોના મોત થઇ ગયા હતા. આ કારની શોધ માટે લગભગ 14 કલાક સુધી ચલાવવામાં આવેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ બુધવારે બપોરે તેને બહાર કાઢવામાં આવી હતી. બચાવ દળ અને હનુમાનગઢ ટાઉન પોલીસે કારને નહેરમાંથી બહાર કાઢી લીધી છે. જેની અંદર બેઠેલા ચાર લોકોના શબ કારમાંથી જ મળી આવ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર નહેરમાં કાર પડવાની ઘટના મંગળવારે રાત્રે લગભગ 11 વાગે બની હતી. સંગરીયા નિવાસી રમેશ પોતાના પરિચિત વિનોદ અને તેના પરિવારની સાથે સીકરથી સંગરીયા પરત આવી રહ્યો હતો. રાત્રે પેશાબ કરવા માટે રમેશે કારને ઇન્દિરા ગાંધી નહેરની પાસે ઉભી રાખી. પરંતુ તેને કારમાં હેન્ડબ્રેક ના લગાવી. જેના કારણે કાર ગબડી અને સીધી જ નહેરમાં જઈને પડી ગઈ. જેની અંદર બેઠેલા વિનોદ, તેની પત્ની, પુત્રી અને એક પરિચિત મહિલાનું મોટ નીપજ્યું હતું.

રમેશે આ ઘટનાની તરત બાદ તેની જાણકારી લાખુવાલી પોલીસ સ્ટેશનમાં કરી દીધી હતી. જેના બાદ ટાઉન પોલીસ દ્વારા મામલાની જાણકારી આપીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેની અંદર સ્થાનિક ગોતાખોરોની પણ મદદ લેવામાં આવી હતી.

YC