હેલીકૉપ્ટર ક્રેશમાં બચેલા એક માત્ર ગ્રુપ કપ્તાન વરુણ સિંહનું પણ થયું નિધન, 7 દિવસ પછી તોડ્યો દમ

તામિલનાડુના કુન્નરમાં હેલીકૉપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયેલા ગ્રુપ કપ્તાન વરુણ સિંહ પણ હવે આપણી વચ્ચે નથી રહ્યા. સાત દિવસ સુધી સંઘર્ષ કર્યા બાદ બેગલુરુની હોસ્પિટલમાં તેમને દમ તોડી દીધો હતો. તેમના નિધનની જાણકારી ભારતીય વાયુસેના દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી છે.

ભારતીય વાયુસેનાએ ટ્વીટ કરીને કહ્યું છે કે, “ભારતીય વાયુસેનાના બહાદુર ગ્રુપ કપ્તાન વરુણ સિંહના નિધનની સૂચના આપતા ઊંડું દુઃખ થયું છે. જેમનું આજે સવારે 8 ડિસેમ્બરના રોજ હેલીકૉપ્ટર દુર્ઘટનામાં આવેલી ઈજાઓના કારણે નિધન થયું છે. ભારતીય વાયુસેના ઊંડી સંવેદના વ્યક્ત કરે છે અને શોક સંતપ્ત પરિવારની સાથે મજબુતીથી ઉભા છે.”

8 ડિસેમ્બરના રોજ તમિલનાડુમાં કુન્નુર નજીક એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 લોકોના મોત થયા હતા. ગ્રૂપ કપ્તાન વરુણ સિંહ અકસ્માતમાં એકમાત્ર બચી , જ્યારે અન્ય તમામનું નિધન થયું હતું. બુધવારે આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને 11 અન્ય સેનાના જવાનોના મોત થયા હતા. જ્યારે વરુણ સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પીએમ મોદીએ ગ્રુપ કપ્તાન વરુણ સિંહના નિધન ઉપર સંવેદના વ્યક્ત કરી છે. તેમને કહ્યું કે, “ગ્રુપ કપ્તાન વરુણ સિંહને ગર્વ, વીરતા અને અત્યાધિક વ્યવસાયિકતા સાથે દેશની સેવા કરી. તેમના નિધનથી ખુબ જ આહત છું. રાષ્ટ્ર માટે તેમની સમૃદ્ધ સેવાને ક્યારેય નહીં ભૂલી શકાય. તેમના પરિવાર અને મિત્રો માટે સંવેદનાઓ. શાંતિ.”

Niraj Patel