મૂર્તિની નીચે મળી આવી 130 વર્ષ જૂની પેટી, ખોલીને જોયું તો લોકોના ઉડી ગયા હોંશ

દુનિયામાં ઘણીવાર એવી ઘટનાઓ બને છે જેને જોઈને તમે આશ્ચર્યમાં પડી જાવ છો. ઘણી વખત કોઈ ખોદકામ દરમિયાન એવી વસ્તુઓ મળી આવે છે જેના વિશે માનવીએ ક્યારેય વિચાર્યું પણ નથી હોતુ. હાલમાં અમેરિકામાં આવી જ એક ઘટના સામે આવી છે જેને લઈને સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે. હકિકતમાં કોન્ફેડરેટ જનરલની એક મૂર્તિના પેડસ્ટલને તોડનાર મજૂરોને એક બોક્સ મળી આવ્યું છે. જેના વિશે એવુ માનવામાં આવી રહ્યું છે કે તેને આજથી 130 વર્ષ પહેલા ધરતીમાં દફનાવવામાં આવ્યું હતુ. જેને કારણે આ વસ્તુને લઈને હવે લોકોની દિલચસ્પી વધી ગઈ છે.

આ ઘટના અંગે વર્જિનિયાના ગવર્નરે એક ટ્વીટ પણ કર્યું છે જેમા કહેવામાં આવ્યું છે કે આ વસ્તુ સંભવત: વર્લ્ડ ટાઈમ કેપ્સુલ છે જેની શોધ દરેક વ્યક્તિ કરી રહ્યો છે. 1887ના એક છાપાના લેખ અનુસાર જનરલ રોબર્ટ ઈ લીની મૂર્તિની નીચે છૂપાવવામાં આવેલ ટાઈમ કેપ્સુલમાં ગૃહ યુદ્ધની યાદગાર વસ્તુઓ અને લિંકનની તસવીર મળી હતી. આ ઉપરાંત તેમા બટન અને બુલેટ, કોન્ફેડરેટ કરન્સી, નકશાઓ જેવા ઘણા અવશેષો પણ હતા. તમને જણાવી દઈએ કે મૂર્તિની નીચે મળી આવેલા આ બોક્સને તાજેતરમાં જ બહાર કાઢવામાં આવ્યું છે.

આ કેપ્સુલ રોબર્ટ ઈ લીની વિશાળકાય કાંસાની મૂર્તિની નીચે હતી, જેને 1890માં બનાવવામાં આવી હતી. આ સ્મારકને લાંબા સમયથી નસ્લીય ભેદભાવના પ્રતિકના રૂપમાં પણ જોવામાં આવતુ હતું. ગર્વનરે જે તસવીરો શેર કરી છે તેમા તાંબાના ડબ્બાની તસવીરો પણ છે. વર્જિનિયા 1861-65માં દક્ષિણની રાજધાની હતું. જો કે વર્તમાન સમયમાં અહીં ઘણા સ્મારકોને હટાવવામા આવી રહ્યા છે.જેમા આ રોબર્ટ ઈ લીની મૂર્તિને પણ હટાવવામાં આવી હતી જેની નીચેથી જ બોક્સ મળી આવ્યું હતું.

જે બોક્સ જમીનમાંથી મળી આવ્યું છે તેમા ત્રણ પાણીથી ભરેલી બુક, એક તસવીર અને એક સિક્કો પણ હતો. આ બધી વસ્તુઓ જોઈને એવુ લાગી રહ્યું છે કે મૂર્તિને સ્થાપિત કરનાર લોકોએ ભવિષ્ય માટે સ્મૃતિ ચિન્હ છોડ્યા હશે. આ અંગે ગર્વનરે કહ્યું કે, તેનો યોગ્ય અભ્યાસ કરવામાં આવશે. રિચમંડમાં રોબર્ટ ઈ લીની આ મૂર્તિ ગયા વર્ષે નસ્લીય ન્યાય માટે વિરોધનું કેન્દ્ર બની હતી. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે જોર્જ ફ્લોયડને એક અમેરિકી પોલીસે મારી નાખ્યો હતો.

YC