શું છે એવું કેનેડામાં કે ગુજરાતીઓ ગાંડા થઇ ગયા છે ? આ ભયાનક 4 માઇન્સ પોઇન્ટ ખબર છે? એકવાર જરૂર વાંચજો પછી જ નિર્ણય લેજો ત્યાં જવું કે નહિ

દર વર્ષે આપણા એવા લોકોની સંખ્યા વધતી જ જઈ રહી છે જેઓ ફોરેન જઈને વસવાનું સપનું જોઈ રહ્યા છે. ભારતીય નાગરિકતા છોડીને સૌથી વધારે લોકો અમેરિકા જઈને વસવાનું પસંદ કરી રહ્યા છે. બીજી બાજુ જોઈએ તો કેનેડાની તેમને અહીંથી બહુ રંગીન દેખાશે. ત્યાં જતા પહેલા અમુક બાબતોનો અભ્યાસ કરવો જરુરી છે. કારણ કે જો ત્યાં તમે ખર્ચો કરીને જશો અને સેટ થવામાં મુશ્કેલી પડશે તો પરત આવીને તમારે નવી શરુઆત કરવી પડી શકે છે.

File Pic

આખરે કેમ આપણા લોકો ભારત માતાને છોડીને જઈ રહ્યા છે વિદેશ?

મોટા ભાગના આપણા લોકોને ફોરેનની જે વસ્તુઓ આકર્ષીત કરે છે તેમાં છે હાઈફાઈ લાઈફસ્ટાઈલ, ક્લીન Environment, અઢળક કમાણી, સારૂ એજ્યુકેશન અને હેલ્થ કેર. આ બધા ઉપરાંત એક સૌથી મોટુ કારણ છે તે છે બીજા દેશોની અપેક્ષામાં ભારતનો નબળો પાસપોર્ટ. તમે ભારતીય પાસપોર્ટની સાથે 71 દેશોમાં વિઝા વગર યાત્રા કરી શકો છો.

File Pic

જ્યારે અમેરિકી પાસપોર્ટ સાથે 173 દેશોમાં વિઝા વગર યાત્રા કરી શકો છો. ત્યાં જ જો કેનેડા અને ઓસ્ટ્રેલિયાની વાત કરવામાં આવે તો તેના પાસપોર્ટ સાથે તમે 172 દેશોની યાત્રા વીઝા વગર કરી શકો છો. લાઈફસ્ટાઈલ અને ઓછી કમાણી તો ઠીક પરંતુ આ બધા ઉપર એક મોટો પોઈન્ટ એ છે રૂપિયાની ઘટતી કિંમત. જે ભારત માટે માઈનસ પોઈન્ટ સાબિત થઈ રહ્યો છે. આજની તારીખમાં 1 ડોલરની કિંમત 83 રૂપિયા છે. જે લોકોને ભારત છોડવા માટે લલચાવે છે.

Canada York University

આ વાત મોટા ભાગના લોકોને નહિ ખબર હોય. તમને જણાવી દઈએ કે અહીંયા કે અહીં Drugs-Weeds બધું લિગલ છે જેને લીધે ઘણા લોકોને ત્યાં જઈને તકલીફ પડે છે. શક્યતા છે કે જલસા કરવાના ચક્કરમાં એના રવાડે ચડી જાય. ભારતમાં આવા નશા કરવા થોડા અઘરા છે પણ કેનેડામાં તે ખુલ્લેઆમ લોકો કન્ઝ્યુમ કરે છે અને તેના પર કોઈ રોકટોક કરી શકતું નથી તેના કારણે ઘણા માતા પિતાઓને ચિંતા થાય છે.

બીજું જો ખાવા પીવામાં જોઈએ તો અહીંયા વેજિટેરિયન જમવામાં ઓપ્શન બહુ જ ઓછા મળે છે, તમે નોનવેજ ખાતા હોવ તો તમને અહીં ખુબ જલસા છે કારણકે ઢગલો ઓપ્શન અને હોટલ મળશે. ઢગલાબંધ પૈસા કમાયા હોવા છતાં પણ અહીં બધા હોવા છતાં એકલા હોય એવો એહસાસ થાય છે.

નોંધનીય છે કે થોડાક ટાઇમથી આપણા દેશ અને કેનેડા વચ્ચે છેલ્લા થોડા મહિનાઓથી સંબંધોમાં તણાવ પેદા થયો છે. નિજજરનની હત્યાનો આરોપ કેનેડાએ ભારત પર નાંખ્યો હતો, જે બાદ ભારતે પણ કડક શબ્દોમાં જવાબ આપી વિઝા નિયમોમાં પણ ફેરફાર કર્યા હતા.

YC