યુક્રેનમાં ડોક્ટર બનવા આવ્યો હતો… પરંતુ ફસાઇ ગયો, અમારા માં-બાપને પ્રોટેસ્ટ પણ ના કરવા દીધા…

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ઘણા ભારતીય વિદ્યાર્થીઓ કે જે ત્યાં મેડિકલનો અભ્યાસ કરવા માટે ગયા હતા. તેમાંથી ઘણા ત્યાં જ ફસાઇ ગયા છે અને બંકરમાં રહી દિવસો પસાર કરી રહ્યા છે. આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ વીડિયો દ્વારા પોતાની પરિસ્થિતિ જણાવી રહ્યા છે અને કેટલાક ત્યાં શું ચાલી રહ્યુ છે, બોર્ડર પર શું ચાલી રહ્યુ છે તે વર્ણવી રહ્યા છે. ત્યારે કેટલાક લોકો સરકારને દોષ આપી રહ્યા છે. યુક્રેનની ખાર્કિવ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવેલા જતીન સહગલ રશિયાના ભારે બોમ્બમારા નીચે એક બંકરમાં છુપાયેલા છે. તેણે કહ્યું, હું અહીં મેડિસિનનો અભ્યાસ કરવા આવ્યો હતો, પરંતુ અટવાઈ ગયો.

તેણે કહ્યુ- અમુક એમ્બેસી અને અમુક સરકારની બેદરકારી હતી. અમારા પેરેન્ટ્સે રશિયન એમ્બેસીની બહાર, વિદેશ મંત્રાલયની બહાર વિરોધ (પ્રોટેસ્ટ) કર્યો, પરંતુ પેરેન્ટ્સને ત્યાંથી ધક્કા મારી નીકાળી દેવામાં આવ્યા. એનડીટીવી સાથે વાત કરતા જતીન સહેગલ કહે છે કે તે મેડિકલનો સ્ટુડન્ટ છે અને તે પંજાબ જલંધરથી છે. તે અહીં મેડિકલનો અભ્યાસ કરવા આવ્યો હતો પરંતુ તે ત્યાં જ ફસાઇ ગયો. તે વીડિયોમાં કહી રહ્યો છે કે દૂતાવાસ અને થોડી ઇન્ડિયન ગર્વમેન્ટની લાપરવાહીને કારણે તે ત્યાં ફસાઇ ગયો છે.

તે આગળ વીડિયોમાં કહી રહ્યો છે કે, જયાં કંઇ થઇ રહ્યુ નથી ત્યાં ઇવેક્યુએશન કરીને મીડિયામાં જાહેર કરી રહ્યા છે કે અમે તો ઘણા બાળકોને બચાવ્યા. કોને બચાવ્યા. બધા અહીં તો ફસાયેલા છે. જે ભારતીયોની મેજોરિટી છે તે ખાર્કિવમાં છે અને ત્યાં ઘણા લોકો ફસાયેલા છે. અમારા પેરેન્ટ્સે રશિયન એમ્બેસીની બહાર, વિદેશ મંત્રાલયની બહાર વિરોધ કર્યો, પરંતુ પેરેન્ટ્સને ત્યાંથી ધક્કા મારી નીકાળી દેવામાં આવ્યા.  જયારે તેને પૂછવામાં આવ્યુ કે તે આ બંકરમાં કેટલું સુરક્ષિત મહેસૂસ કરે છે.

તો આના જવાબમાં તે કહે છે કે અમે સુરક્ષિત તો છીએ પરંતુ કયાં સુધી ? સુરક્ષા શું હોય, એક મિસાઇલ પડી અને પછી શું થશે. અહીં સિવિલયન્સને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તે આગળ કહી રહ્યો છે કે તેમના જે સપોર્નેટ હતા તેમને આજે શોર્ટ કરી દેવામાં આવ્યા. તેઓ હજી સુધી ત્યાં ફસાઇ રહ્યા છે. તેમને જે લોકો હેલ્પ કરી રહ્યા છે તેના વિશે કહે છે કે તે લોકો પણ માણસ છે કયાં સુધી હેલ્પ કરી શકશે. તે લોકો હોસ્ટેલની બહાર અને બીજા બંકરમાં છૂપાયેલા છે તેમની પણ હેલ્પ કરી રહ્યા છે.

Shah Jina