ગાયે આપ્યો ત્રણ આંખવાળા વાછરડાને જન્મ, લોકોએ કહ્યું ચમત્કાર, દર્શન માટે જામી ભીડ

વિશ્વમાં રોજ બરોજ લાખો ઘટનાઓ બનતી રહે છે. તેમાની કેટલીક ઘટનાઓ એવી ઘટે છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. આવી ઘણી ઘટનાઓ આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હોઈએ છીએ. આજે અમે જે ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છે જેને જોઈને તમને પણ આંચકો લાગશે.

આ ઘટના છત્તીસગઢની છે જ્યાં એક ગાયે ત્રણ આંખ વાળા વાછરડાને જન્મ આપ્યો છે. જ્યારે આ ત્રણ આંખવાળા વાછરડાને જન્મ આપ્યો ત્યારે તેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારબાદ આ સમાચાર વાયુવેગે આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગઈ અને દૂરદૂરથી લોકો આ વાછરડાને જોવા માટે આવવા લાગ્યા.

આ ગામનું નામ છે ગંડઈ કે જ્યાં આ ચમત્કાર થયો છે. અહીં આવતા લોકો વાછરડાને ભગવાનનો અવતાર માનવા લાગ્યા છે. આ ઉપરાંત ઘણા લોકો તેમની પૂજા પણ કરી રહ્યા છે અને ચઢાવો પણ ચઢાવવા લાગ્યા છે. મકરસંક્રાતિના દિવસે આ વાછરડાનો જન્મ થતા લોકો તેને દેવી સંકેત માની રહ્યા છે.

કેમ કે આ ગામના લોકોએ આવી ઘટના ક્યારેય જોઈ નથી તેથી તેઓ આને ચમત્કાર માની રહ્યા છે. મોટા ભાગના લોકો તેને ધાર્મિક આસ્થા સાથે જોડી રહ્યા છે. જો કે ત્રણ આંખ હોવાને કારણે આ વાછરડાનું મેડિકલ ચેકપલ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ તેમા કોઈ વસ્તુ આવી નથી. વાછરડાનું સ્વાસ્થ્ય હાલમાં સારૂ છે. પરંતુ ત્રણ આંખ હોવાને કારણે લોકો દૂર દૂરથી જોવા આવી રહ્યા છે જેથી આ ખેડૂતના ઘરે મેળા જેવો માહોલ જોવા મળે છે.

તો બીજી તરફ આ વાછરડાને ત્રીજી આંખ કપાળ પર હોવાથી લોકો ધાર્મિક આસ્થા સાથે જોડી રહ્યા છે. જણાવી દઈએ કે આ પહેલા પણ આવી ઘટના સામે આવી ચૂકી છે જેમા કોઈ પશુને ત્રણ પગ, ત્રણ કાન કે પછી બે મોઢા હોય. જો કે જ્યારે પણ આવી ઘટના સામે આવે છે ત્યારે તેને આસ્થા સાથે જોડવામાં આવે છે અને લોકો ભગવાનનો ચમત્કાર માનવા લાગે છે.

YC