...
   

નવો બિઝનેસ શરુ કરવા માંગતા હોવ તો જરૂર ટ્રાય કરજો આ બિઝનેસ, દર મહિને 50 હજાર સુધીની થઇ શકે છે કમાણી..

કોરોના કાળમાં પાયમાલ થઇ ગયા છો? તો આ જરૂર વાંચો…આ છે 10 હજાર રૂપિયા લગાવીને દર મહિને 50 હજાર કમાણી વાળો બિઝનેસ

જો તમે પણ નોકરી કરીને હેરાન થઇ ગયા હોવ કે નવો બિઝનેસ શરૂ કરવા માંગતા હોવ તો એક ખુબ જ સરસ બિઝનેસ આઈડ્યા છે. જેમાં તમારે ઈન્વેસ્ટ કરવા માટે કોઈ મોટી રકમની જરૂર નથી. ખુબ જ નાની રકમથી પણ તમે બિઝનેસ શરુ કરી શકો છો. આ બિઝનેસ આઈડ્યા છે ‘પોલ્યુશન ટેસ્ટિંગ સેન્ટર’ શરુ કરવાનો. કેન્દ્ર સરકારની તરફથી લાગુ કરવામાં આવેલ મોટર વિહિકલ એક્ટની તહેત દરેક ગાડી માટે ‘પોલ્યુશન સર્ટિફિકેટ’ રાખવું જરૂરી છે. તેવામાં તમે ‘પોલ્યુશન ટેસ્ટિંગ સેન્ટર’ શરુ કરો તો મોટી કમાણી કરી શકો છો. આ બિઝનેસમાં માત્ર 10,000 રૂપિયા લગાવીને 50,000 રૂપિયા કમાવી શકો છો.

નવા મોટર વિહિકલ એક્ટ પ્રમાણે ‘પોલ્યુશન સર્ટિફિકેટ’ ના હોય તો દંડ થઇ શકે છે. આ દંડ 10,000 રૂપિયા સુધીનો થઇ શકે છે. ભલે તમારી ગાડી નાની કે મોટી હોય પોલ્યુશન સર્ટિફિકેટ જરૂરી છે. જો તમારી પાસે 40-50 હજાર વાળી કોઈ સ્કૂટી છે અને જો PUC નહિ હોય તો તમારા પર 10,000 રૂપિયાનો દંડ થઇ શકે છે. તેવામાં આ બિઝનેસમાં ખુબ વધારે ગ્રોથનો સ્કૉપ છે, કેમકે દરેક માણસ PUC લેશે. આ જ કારણ છે કે તમામ હાઇવેની આજુ બાજુ ઘણા બધા ‘પોલ્યુશન ટેસ્ટિંગ સેન્ટર’ જોવા મળતા હોય છે.

જો તમારી પાસે એવી કોઈ જગ્યા છે કે પછી  કોઈ જગ્યા તમે સરળતાથી ભાડે લઇ શકો છો જે હાઇવે-એક્પ્રેસવે ની નજીક હોય તો તમારે આ બિઝનેસમાં ખુબ જ વધારે પ્રોફિટ થઇ શકે છે. આ બિઝનેસમાં માત્ર તમારે 10,000 રૂપિયા ઈન્વેસ્ટ કરવાના રહેશે અને તમે દર મહિને 50 હજાર રૂપિયા કમાવી શકો છો. હાઇવે અને એક્પ્રેસવેના કિનારે તમે આરામથી રોજ 1500-2000 રૂપિયા કમાવી શકો છો.

બિઝનેસ શરુ કરવા સૌથી પહેલા તમારે લોકલ ટ્રાન્સપોર્ટ ઓફિસથી લાઇસન્સ લેવું પડશે. ત્યારબાદ નજીકના RTO ઓફિસમાં પોલ્યુશન ટેસ્ટિંગ સેન્ટર ખોલવા માટે અરજી કરવી પડશે. પોલ્યુશન ટેસ્ટિંગ સેન્ટર ખોલવાની ફી દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે. અરજી કરવાની સાથે એક એફિડેવિટ પણ આપવું પડશે. એફિડેવિટમાં શરતો પણ લખેલી હશે. સાથે જ લોકર ઓથોરિટી જોડેથી ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ પણ  લેવું પડશે.

કેટલાક રાજ્યોમાં ઓનલાઇન અરજી કરવાનો પણ વિકલ્પ હોય છે. ધ્યાન રાખો કે આને ખાલી તમે પીળા કલરના કેબિનમાં જ ખોલી શકો છો જેના લીધે તે અલગથી દેખાઈ શકે. કેબીનની લંબાઈ 2.5 મીટર, પહોળાઈ 2 મીટર અને ઊંચાઈ 2 મીટર ઓછામાં ઓછી હોવી જોઈએ. સાથે પોલ્યુશન ટેસ્ટિંગ સેન્ટર પર લાઇસન્સ નંબર પણ લખેલો હોવો જોઈએ.

જણાવી દઈએ કે પોલ્યુશન ટેસ્ટિંગ સેન્ટર ખોલવા માટે ઓટોમોબાઇલ એન્જીનીયરીંગ, મોટર મૈકનીસ, ઓટો મૈકનીસ, સ્કૂટર મૈકનીસ, ડીઝલ મૈકનીસ કે પછી ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જોડેથી પ્રમાણિત સર્ટિફિકેટ હોવું જોઈએ. તેના સિવાય તમારી જોડે કોમ્પ્યુટર, USB વેબ કેમેરો, ઈન્જેક્ટ પ્રિન્ટર, પાવર સપ્લાય, ઈન્ટરનેટ કનેક્શન, સ્મોક એનાલાઈઝર હોવું જરૂરી છે.

Patel Meet