પાલનપુરમાં લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે થયો ખતરનાક અકસ્માત, એકસાથે આટલા બધા મૃત્યુ પામ્યા

પાલનપુર-અમદાવાદ હાઈવે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો: આટલા બધાના ધડાધડ થયા મૃત્યુ- જાણો

ગુજરાતમાંથી ઘણીવાર ગમખ્વાર અકસ્માતોની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં અનેક લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે હાલમાં જ એક ખૌફનાક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં વહેલી સવારે ટ્રક અને બસ વચ્ચે ટક્કર થઇ હતી. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે અને કેટલાક મીડિયા અહેવાલો અનુસાર હાલ 30 ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતની પોલિસને જાણ થતા જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની વિગત જોઇએ તો, પાલનપુરના કાણોદર નજીક લક્ઝરી બસે ઊભેલી ટ્રકને ટક્કર મારી હતી અને આને પગલે બસમાં સવાર ત્રણ લોકોના મોત થયા હતા. જયારે 30 હાલ ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માત ત્યારે થયો જયારે બસ રાજસ્થાનથી અમદાવાદ આવી રહી હતી. અકસ્માત બાદ ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતમાં મોતનો આંકડો વધે તેવી શક્યતા છે.

હાલ તો ઘાયલોની પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત સવારે ત્રણેક વાગ્યા આસપાસ થયો હતો. ત્યારે અકસ્માતને પગલે લોકોની ચીસાચીસથી વાતાવરણ પણ ગમગીન બની ગયુ હતુ. જે ટ્રકને બસે ટક્કર મારી હતી તે ટ્રક એરંડાથી ભરેલી હતી અને અક્માતને પગલે રસ્તા પર એરંડાની ગુણો પથરાઇ જવા પામી હતી.

સ્થાનિક લોકોએ બસમાંથી ઘાયલોને બહાર કાઢ્યા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલિસે ઘટનાસ્થળે ટ્રાફિક નિયંત્રણ કરાવ્યો હતો અને આગળની તપાસ શરૂ કરી હતી. આ અકસ્માતમાં ચાર બાળકોનો આબાદ બચાવ પણ થયો હતો. જે મુસાફરો ફસાયેલા હતા તેઓ જીવ બચાવવા માટે બસના કાચ તોડી બહાર નીકળ્યા હતા.

Shah Jina