શું બુધવારે તમે પણ કરો છો આ કામ તો સાવધાન! લાગી જશો ધંધે, આ છે બચવાના ઉપાયો

આપણા શાસ્ત્રોમાં એવી ઘણી વાતો જણાવવામા આવી છે જેનું પાલન કરવાથી વ્યક્તિ ખુશહાલ જિંદગી જીવી શકે છે. શાસ્ત્રો પ્રમાણે કેટલીક વાતો એવી હોય છે જે અમુક સમયે ન કરવી જોઈએ, આવુ કરવાથી તમારા જીવનમાં તેની નકારાત્મક અસર થાય છે. તો આજે બધુવાર છે જેથી આપણે જાણીશું કે આ દિવસે ક્યાં ક્યાં કામો ન કરવા જોઈએ.

બુધવારે આ કામ કરવાથી બચો

  • જો તમે બિઝનેસ સાથે સંકળાયેલા હોય તો આ દિવસે કોઈ મોટા વ્યવહારો કરવાનું ટાળો. આ દિવસે લેણદેણ કરવી સારૂ માનવામાં આવતું નથી.
  • પુષ્ય નક્ષત્રને આમ તો શુભ માનવામાં આવે છે, ત્યારે તમે કોઈ નવુ કામ આદરી શકો છો પરંતુ આ નક્ષત્રમાં તમારે બુધ અને શુક્રવારે કોઈ નવા કામો કરવાથી બચવુ જોઈએ.

  • આ ઉપરાંત બુધવારના દિવસે પશ્ચિમ અને ઉત્તર દેશાનો પ્રવાસ ન કરવો જોઈએ. આવુ કરવાથી યાત્રામાં વિઘ્ન આવી શકે છે. જો ના છુટકે યાત્રા કરવાની થાય તો સાથે કાળા તલ કે કાળા અળદ સાથે રાખો.
  • આ ઉપરાંત એ વાતનું ખાસ ધ્યાન રાખો કે બુધવારના દિવસે દૂધનું ઉભરાવું અશુભ માનવામાં આવે છે. તેથી બુધવારના દિવસે ધ્યાન રાખો કે દૂધ બળે નહીં. નહીં તો ખરાબ પરિણામો ભોગવવા પડશે.
  • આ ઉપરાંત બુધવારના દિવસે કેટલીક વસ્તુઓ ન ખરીદવી જોઈએ, જેમ કે, ટૂથ બ્રશ, કપડા અને શૂઝ. જો તમારે કોઈ ખરીદી કરવી હોય તો ગુરુવારનો દિવસ સારો માનવામાં આવે છે.
  • જો તમને પાન ખાવાની ટેવ હોય તો છોડી દેજો, કારણ કે બધુવારના દિવસે પાન કે લીલા શાકભાજી ન ખાવા જોઈએ. તેની જગ્યાએ તમે કંદમૂળ કે કઠોળ ખાઈ શકો છો.

  • આ ઉપરાંત બુધવારને ગણેશજીનો વાર માનવામાં આવે છે તેથી બુધવારના દિવસે ગણેશની પૂજા કરવાથી સુખ શાંતિ મળે છે અને તમામ વિઘ્ન દૂર થાય છે. જે લોકોની કૂંડળીમાં બુધ દોષ હોય તે લોકો તેને નિવારવા માટે વિશેષ પૂજા કરીને તેને દૂર કરી શકે છે. કારણ કે ગણેશજીને વિઘ્નહર્તા પણ કહેવામં આવે છે.
  • બુધવારના દિવસે ગણેશજીના મંદિરમાં જાવ અને તમારી મનોકામના માટે પ્રાર્થના કરો. આવુ ત્યાં સુધી ચાલુ રાખો જ્યાં સુધી તમારી મનોકામના પુરી ન થાય, આવુ કરવાથી ગણેશજી પ્રસન્ન થશે અને તમારી દરેક માનતા પુરી કરશે.
YC