લગ્નમાં આવ્યો એક પૈસાવાળો સંબંધી, આંખોમાં આંસુઓ સાથે બેઠેલી કન્યાની ઉપર વાળી વાળીને 500-500ની નોટોના બંડલ ખોળામાં મુક્યા.. વાયરલ થયો વીડિયો

આ સંબંધીએ તો રડી રહેલી દુલ્હનને પણ હસવા માટે મજબુર કરી નાખી, લાખો રૂપિયાના બંડલ આપ્યા ભેટમાં.. જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં લગ્નના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર કેટલીક એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જે જોઈને કોઈપણ હેરાન રહી જાય. ત્યારે મોટાભાગે લગ્નમાં વર કન્યાને મોંઘી મોંઘી ભેટ સોગાદ મળતા આપણે જોઈએ છીએ. નજીકના સંબંધીઓ દ્વારા ઘણીવાર કિંમતી ભેટ સોગાદ આપવામાં આવે છે.

પરંતુ હાલ જે વીડિયો સામે આવ્યો છે તેણે સૌના હોંશ ઉડાવીને રાખી દીધા છે. તમે લગ્નની અંદર વરઘોડામાં ઘણા લોકોને રૂપિયા ઉડાવતા જોયા હશે. પરંતુ લગ્નમાં વરમાળા બાદ સ્ટેજ પર બેઠેલા વર કન્યા પાસે આવીને એક સંબંધીએ એટલા રૂપિયા આપ્યા કે જોઈને ભલભલા લોકોની આંખો ફાટી પડી હતી.

વીડિયોમાં જોવા મળે છે કે એક વ્યક્તિ ચશ્મા પહેરીને વરમાળા કાર્યક્રમ દરમિયાન વર-કન્યાની પાછળ ઉભો છે. આ દરમિયાન તે બંનેને આશીર્વાદ આપી રહ્યો છે. આશીર્વાદ આપતા સમયે  વ્યક્તિના હાથમાં નોટોના ઘણા બંડલ દેખાય છે. એવું લાગે છે કે તેના હાથમાં લાખો રૂપિયા છે. જો કે તેની પાસે કેટલા રૂપિયા હતા તેની પુષ્ટિ થઈ નથી !

વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કન્યાની આંખોમાં આંસુ છે, અને તે વિદાયના કારણે રડવા લાગે છે. ત્યારે સંબંધી પહેલા વરરાજાની ઉતારીને તેના ખોળામાં 500 રૂપિયાની નોટનું એક બંડલ મૂકે છે અને પછી કન્યા પાછળ ઉભા રહીને કન્યાની નજર ઉતારવા લાગે છે અને એક પછી એક 500-500ના બંડલ કન્યાના ખોળામાં મૂકે છે. કન્યા પહેલા તો રડતી જોવા મળે છે પરંતુ એક પછી એક બંડલ તેના ખોળામાં મુકતા જોઈને તેના ચહેરા પણ પણ હસી આવી જાય છે. આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જો કે ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

Niraj Patel