ખબર વાયરલ

બુલડોઝરે એક ઝાટકે આખા પેટ્રોલ પંપને તોડી નાખ્યો, વાયરલ થયો વીડિયો, આવો નજારો પહેલા કયારેય નહીં જોયો હોય

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો આપણે વાયરલ થતા જોઈએ છીએ, ઘણા વીડિયો એવા પણ હોય છે જેને વારંવાર જોવાનું મન થાય છે, તો ઘણા વીડિયોને જોઈને કોઈપણ હેરાન રહી જાય. હાલ એક બુલડોઝરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને લોકો હેરાન રહી ગયા છે, કારણ કે આ વીડિયોમાં એક બુલડોઝર પેટ્રોલ પંપને એક જ ઝાટકે તોડી નાખતું જોવા મળી રહ્યું છે.

આ દિવસોમાં ચારે બાજુ બુલડોઝરની ચર્ચા ચાલી રહી છે. યુપીથી લઈને એમપી, ગુજરાત સુધી ભાજપની સરકારો જોરદાર રીતે બુલડોઝર ચલાવી રહી છે. આવી સ્થિતિમાં બુલડોઝરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક બુલડોઝર ગેસ પંપને નીચે ખેંચતો જોવા મળે છે. બુલડોઝર તેને એક જ વારમાં એટલી તાકાતથી અથડાવે છે કે આખો પંપ એક જ વારમાં તૂટી જાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને લોકો પસંદ કરી રહ્યા છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગેસ પંપ કે સામાન્ય ભાષામાં પેટ્રોલ પંપની બહાર બુલડોઝર ઊભું છે. જ્યાં પંપને તોડવા માટે એકવાર બુલડોઝર ત્રાટકે છે અને જોત જોતામાં જ આખા ગેસ પંપની છત ઉડી જાય છે. જો કે, ગેસ પંપ જોતા એવું લાગે છે કે તે એકદમ જૂનું છે. આ વીડિયો અમેરિકાના કોઈ સ્થાનનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં બુલડોઝરની ક્રિયાને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Techzexpress (@techzexpress)

આ વીડિયોને techzexpress પેજ પરથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોને હજારો લોકોએ લાઈક પણ કર્યો છે. મોટી સંખ્યામાં લોકોએ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે. ઘણા લોકોને આ વીડિયો ખુબ જ રસપ્રદ પણ લાગી રહ્યો છે.