વાયરલ

રસ્તા ઉપર દોડતો દોડતો આખલો સીધો જ બેંકમાં આવીને ઘુસી ગયો, ડરના માર્યા કર્મચારીઓમાં પણ મચી ગઈ ભાગદોડ, જુઓ વીડિયો

રસ્તા ઉપર થોર રખડવાની ઘટનાઓ ઠેર ઠેર જોવા મળે છે, ઘણીવાર રાખતા ઢોરના કારણે કેટલાક લોકોના જીવ પણ જતા હોય છે, તો ઘણીવાર તેઓ અકસ્માત પણ સર્જતાં હોય છે, તમે કેટલાય વીડિયોમાં પણ જોયું હશે કે રખડતા ઢોર ક્યારેક દુકાન અને ઘરમાં પણ ઘુસી જાય છે, પરંતુ આ સમસ્યા આપણા ભારતમાં જ નહિ, વિદેશોમાં પણ જોવા મળે છે, જેનું એક ઉદાહરણ હાલ વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળ્યું હતું.

આ ચોંકાવનારો કિસ્સો ઈઝરાયેલનો છે, જ્યાં એક આખલો દોડતા દોડતા બેંક પરિસરમાં ઘુસી ગયો. ત્યારબાદ જે હંગામો થયો હતો તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. હવે આ ઘટનાની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તમે આખલાને બેંકમાં ફરતા જોઈ શકો છો. તેમજ કેટલાક લોકો તેને કાબુમાં લેવા તેની પાછળ દોડતા પણ જોવા મળે છે.

આ વીડિયોને ટ્વિટર હેન્ડલ @MeirLayosh દ્વારા શેર કરવામાં આવ્યો હતો અને આ ઘટનાની જાણકારી આપી હતી. હવે આ ક્લિપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી છે, જેને અત્યાર સુધીમાં લખો વ્યૂઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે અને લોકો પણ ચોંકી ઉઠ્યા છે કે આખલો બેંકના પરિસરમાં કેવી રીતે ઘુસ્યો!

મીડિયા રિપોર્ટ અનુસાર આખલો સોમવારે ઇઝરાયેલની બેંકની ઇમારતમાં ઘૂસી ગયો હતો, ત્યારબાદ કર્મચારીઓએ બહાર દોડી જવું પડ્યું હતું. બેંકના સીસીટીવી ફૂટેજમાં આખલો અહીં-તહીં દોડતો જોઈ શકાય છે. જ્યારે ઘણા લોકો પોતાને બચાવવા માટે દોડતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ ઘટના તેલ અવીવના દક્ષિણ-પૂર્વમાં લોડના ઔદ્યોગિક ઝોનમાં સ્થિત લ્યુમી બેંકની શાખામાં બની હતી. એવું કહેવામાં આવ્યું હતું કે આખલાની કહાની કાર પાર્કિંગથી શરૂ થઈ હતી.

આખલાનું દોરડું ખુલી જતા તેણે બેંકમાં પ્રવેશતા પહેલા કાર પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું, જેથી કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો. લગભગ અડધા કલાક પછી, આખલાના માલિક અને પશુચિકિત્સકને બોલાવવામાં આવ્યા. બાદમાં આખલાને પકડી લેવામાં આવ્યો હતો. બેંકના પ્રવક્તાએ જણાવ્યું કે આ અકસ્માતમાં કોઈને ઈજા કે ઈજા થઈ નથી.