હે ભગવાન.. આ તે કેવું મોત ! મોડાસામાં નવચંડી યજ્ઞ પૂર્ણ કરીને બિલ્ડર ગરબે રમવા લાગ્યા અને ત્યારે જ આવી ગયો હાર્ટ એટેક, થયું મોત

Builder Dies Of Heart Attack In Modasa : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. ઘણા લોકો હાર્ટ એટેકથી મોતને પણ ભેટી રહ્યા છે, ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. ત્યારે હાલ એક એવી ઘટના મોડાસામાંથી સામે આવી છે જેને પણ લોકોના શ્વાસ અઘ્ધર કરી દીધા છે, મોડાસામાં એક બિલ્ડર નવચંડી યજ્ઞ બાદ ગરબે ઘૂમી રહ્યા હતા ત્યારે જ તેમને છાતીમાં દુખાવો શરૂ થયો અને પછી તેમનું મોત થઇ ગયું હતું.

નવચંડીમા હતા બિલ્ડર :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લામાં આવેલા માલપુર તાલુકાના જેસીંગપુરા ગામમાં એક સહિયારી નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નવચંડીની પુર્ણાહુતી થયા બાદ સૌ કોઈ ભાઈ બહેનો ગરબે ઘૂમી રહ્યા હતા. જેમાં કમલેશ પટેલ લેન માર્ક બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા અને બિલ્ડરનો વ્યવસાય કરતા પ્રવીણભાઈ પટેલ પણ ગરબાની રમઝટમાં જોડાયેલા હતા  પરંતુ અચાનક તેઓ ગરબા રમતા બહાર નીકળી ગયા.

ગરબા રમતા થયો છાતીમાં દુખાવો :

પ્રવીણભાઈને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને થોડવારમાં જ તેઓ ઢળી પડ્યા અને બેભાન થઇ ગયા હતા, જેના બાદ તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં ફરજ પર હાજર તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવ્યું હતું. આમ 54 વર્ષીય પ્રવિણભાઈનું અચાનક નિધન થતા જ ધાર્મિક પ્રસંગમાં પણ માતામ છવાઈ ગયો હતો.

થર્મલમાં પણ એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો :

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રોજ કોઈને કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવવાની ઘટનાઓ સામે આવે છે, ત્યારે ગત રોજ પણ એક એવી જ ઘટના થર્મલ પાવર સ્ટેશનમાંથી આવી હતી. જ્યાં કામ કરતા અને પોતાના પરિવાર સાથે થર્મલમાં જ રહેતા 56 વર્ષીય અશ્વિનભાઈ પટેલને પણ અચાનક હાર્ટ એટેક આવતા તેમને બાલાસિનોર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમને પણ તબીબે મૃત જાહેર કર્યા હતા. પોતાના દીકરાના મોતની જાણ થતા જ તેમની 86 વર્ષીય માતાને પણ આઘાત લાગ્યો અને તેમનું પણ થોડા જ સમયમાં મોત થયું હતું.

Niraj Patel