ગોબરની ઇંટ અને ગોબરનું પ્લાસ્ટર…અને તૈયાર થઇ ગયુ એર કંડીશન ઘર, ગરમીમાં ના ACની જરૂર ના કુલરની…

ગોબરનો પ્રયોગ કરી તૈયાર કર્યુ અનોખુ ઘર, ગરમીમાં ACની જરૂરત જ નહિ ! જુઓ તસવીરો

Cow Dung Air Condition House: ઉનાળાની ઋતુ ચાલી રહી છે. મોટા શહેરોમાં માત્ર ઇમારતો જ દેખાય છે. કોંક્રીટ, સિમેન્ટ, ઈંટ, પથ્થરથી બનેલા ઘરોમાં ગરમી પણ એટલી વધારે હોય છે અને તાપમાન એટલું વધી જાય છે કે પંખો પણ કામ નથી કરતો. ક્યારેક તો લોકોને કૂલર પણ ઠંડક ન આપતુ હોય તેવો અહેસાસ થાય છે. આવી સ્થિતિમાં માત્ર એસી જ થોડી રાહત આપી શકે છે. પરંતુ જો તમારા ઘરમાં એર કંડિશનર ન હોય તો ? તો એનો ઉપાય જણાવીએ તો…

ઘરને એવી રીતે બનાવવામાં આવે કે ઉનાળામાં એસી લગાવવાની જરૂર ન પડે, તો પછી ? એટલે કે એવું ઘર, જેમાં તાપમાન બહાર કરતા 10 ડિગ્રી ઓછું હોય. આશ્ચર્ય પામશો નહીં ! આ વસ્તુ શક્ય છે. હરિયાણાના ડૉ.શિવદર્શન મલિકે ગાયના છાણમાંથી વૈદિક ઘર બનાવવાની ટેકનિક વિકસાવી છે. તેઓ ગાયના છાણમાંથી ઇંટો તૈયાર કરે છે અને માત્ર ગાયના છાણમાંથી જ વૈદિક પ્લાસ્ટર તૈયાર કરે છે. આ પ્લાસ્ટર સિમેન્ટ જેવું કામ કરે છે.

દેશી ગાયના ગોબરમાં જીપ્સમ, ગ્વારગમ, ચિકણી માટી, લીંબુ પાવડર વગેરે ભેળવીને વૈદિક પ્લાસ્ટર તૈયાર કરવામાં આવે છે, જે કોઈપણ દિવાલ પર સરળતાથી લગાવી શકાય છે. ગાયના ગોબરથી બનેલ ઈંટો અને વૈદિક પ્લાસ્ટરનો ઉપયોગ કરીને બનેલું ઘર ઉનાળામાં ખાલી ઠંડક જ નથી આપતુ પણ ઘરની અંદરની હવા પણ શુદ્ધ રહે છે. જો બહારનું તાપમાન 40 ડિગ્રી હોય તો અંદર માત્ર 28-31 જ રહે છે.

ડૉ.શિવદર્શન મલિક મૂળભૂત રીતે રોહતક જિલ્લાના મદીના ગામના રહેવાસી છે. ગ્રામીણ વાતાવરણમાંથી આવતા શિવદર્શન શરૂઆતથી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. હિસારના ગુરુકુળમાંથી સ્કૂલિંગ કરનાર શિવદર્શને કેમેસ્ટ્રીમાં પીએચડી કર્યું છે અને થોડો સમય પ્રોફેસર તરીકે પણ કામ કર્યુ છે. પ્રોજેક્ટના સંબંધમાં તેમણે ઘણા દેશોની મુલાકાત લીધી છે. તેઓ પર્યાવરણ, પુનઃપ્રાપ્ય ઉર્જા અને ટકાઉપણું પર કામ કરવા માંગતા હતા.

આવી સ્થિતિમાં, વર્ષ 2000માં IIT દિલ્હીના સહયોગથી, ગૌશાળામાંથી નીકળનાર વેસ્ટ અને એગ્રી-વેસ્ટથી ઉર્જા બનાવવાના પ્રોજેક્ટ પર કામ કર્યુ. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે તે કેટલાક પ્રોજેક્ટના સંબંધમાં અમેરિકા ગયા હતા. ત્યાં તેમણે ભાંગના પત્તાને ચૂનામાં ભેળવીને હેમક્રિટ બનાવવા અને તેમાંથી ઘર તૈયાર કરતા જોયુ. ત્યાંથી તેમને વિચાર આવ્યો કે તે પણ ગાયના છાણનો ઉપયોગ કરીને પ્લાસ્ટર તૈયાર કરી શકે છે.

તેઓ કહે છે કે ગાયના છાણમાંથી બનેલી ઈંટનું વજન 1.78 કિલોગ્રામ જેટલું હોય છે. તેને બનાવવા માટે માત્ર 4 રૂપિયા પ્રતિ ઈંટનો ખર્ચ થાય છે. ગાયના છાણની ઈંટો અને વૈદિક પ્લાસ્ટરથી બનેલા ઘરની કિંમત 10 થી 12 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ આવે છે, જે સિમેન્ટના મકાનો કરતા લગભગ 6 થી 7 ગણી ઓછી છે. તેમના દ્વારા બનાવેલ ઘર માત્ર સિમેન્ટના ઘર કરતા સસ્તું નથી પણ તે ઉનાળામાં અંદરથી ઠંડુ પણ રહે છે. ડો.શિવદર્શન મલિકના ઘરને જોવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. વિદેશમાં પણ તેમના કામની ચર્ચા છે.

ડૉ. શિવદર્શન મલિક કહે છે કે જો દિલ્હીમાં બેઠેલી વ્યક્તિ મારી પાસેથી ગૌક્રેટ કે વૈદિક પ્લાસ્ટર લેશે તો તેના માટે ઘણા પૈસા ખર્ચ થશે. તો ત્યાં મોકલવામાં ઘણા પૈસા લાગશે. ટ્રાન્સપોર્ટેશનમાં ડીઝલ અને પેટ્રોલ પણ ખર્ચ થશે. તો પછી તેનાથી પર્યાવરણને કેવી રીતે ફાયદો થશે. તેણે કહ્યું કે હું લોકોને તેને બનાવવાની ટ્રેનિંગ આપું છું. અત્યાર સુધીમાં 150 લોકોએ તાલીમ લીધી છે. પંજાબ, તમિલનાડુ, જયપુર, અજમેર, દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં લોકોએ આ ટેકનિકથી ઘર બનાવ્યા છે.

Shah Jina